Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

તળાજાના બુથ નં.૬માં સૌથી વધુ ૯૪.૮૮ ટકાઃ અલંગના બુથ નં ૮માં સૌથી ઓછુ ૨૬.૫૨ ટકા મતદાન

૨૬૧ બુથમાંથી ૬૭ બુથ પર ૭૦ ટકા થી વધુ મતદાન નોંધાયું: ૫૦ ટકાથી ઓછુ મતદાન ૩૧ બુથ પર નોંધાયુ.: દિહોર ગામના તમામ બુથ પર ૬૮ થી ૭૭ ટકા વચ્ચે મતદાનઃ સરતાનપરના તમામ બુથ પર ૪૬ થી ૩૮ ટકા વચ્ચે મતદાન

તળાજા તા.૧૨: તળાજા વિધાનસભા બેઠકને લઇ હારજીતનો ફેંસલો ઇ.વી.એમ.મા કેદ થયાબાદ જયાં જુઓ ત્યાં કોણ જીતશે? કેમ લાગે છે? તેવા વાકય સાથે ગણીતના આંકડાઓ શરૂ  થઇ જાય છે. તેમની સાથે બુથ વાઇજ મતગણતરીઓ પણ રાસ કરી દેવામાં આવી છે. જેમાં તળાજા શહેરના ખારા વિસ્તારનું બુથ નં-૬ના સૌથી વધુ અને અલગનું બુથ નં.૮ પર સૌથી ઓછુ મતદાન નોંધાયુ છે.

તળાજા વિધાનસભાની બેઠકનો જંગ ભૂતકાળમાં કપારેય જોવા મળ્યો ન હોઇ તેવો રસપ્રદ રહ્યો. અહીં નતો વિકાસ વાદ ચાલ્યોકે પક્ષવાદ ચાલ્યોતો માત્ર જ્ઞાતી અને ભકિતવાદજ ચાલ્યો. આ ચૂંટણીમાં પક્ષના વફાદાર કોણ? સમાજ માટે કોણ કેટલુ બલીદાન આપી શકે છે? તે બાબત કયાંક ખુલ્લેઆમ જોવા મળીતો કયાંક છૂપા સસ્તમની માફકપણ ભુમિકા ભજવાઇ હોવાની વાત અછાની નથી.

જન ચેતના પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આબંનેના ઉમેદવારો બહમત કોળી સમાજના હોવાથી તેઓ કેટલામત લઇ જાય છે તે ઉપરાંત ખરક, કુંભાર, આહીર-પંચોળી, કારડીયા રાજપૂત, સહીતની ઓછુ મતદાન ધરાવતી જ્ઞાતીઓના મતોપર બંને મુખ્ય હરીફ ઉમેદવારોની હાર-જીતનો ફેસલો માનવામાં આવે છે.

શહેર-તાલુકામાં જયાં જુઓ ત્યાં સારા-નરસા પ્રસંગ અથવાતો 'ચાય'પે ચર્ચા સમયે પણ કોણ જીતશે? કેમ લાગે છે? તેવા સવાલો સાથે જીલ્લા પંચાયત બેઠક અને જ્ઞાતી સમીકરણોને ધ્યાને રાખી ગણીત ગણાવવાના રાસ થઇ જાય છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષના સેનિષ્ઠ કાર્યકરો પોત-પોતાની જીતના વિશ્વાસ સાથે દાવાઓ પણ કરે છે પરંતુ સામાન્ય જનતા ને સવાલ કરવામાં આવેતો ભર્યા નાળીયેર જેવી સ્થિતી કહે છે.

જોકે કોંગ્રેસના ઉમેદવાર પ્રત્યે લોકોનો જુવાળ વધુ હોવાનું ખેલદિલી પુર્વક મોટાભાગના નકારતા નથી.

બુથવાઇઝ મતગણતરીની ટૂકાવારીએ તળાજાના દિનદયાળ નગર ખાતે આવેલ બુથ નં-૬માં સૌથીવધુ ૯૪.૯૮ ટકા મતદાન નોંધાયેલ છે. તો સૌથી ઓછુ અલંગ શિવયાર્ડના પરપ્રોતિયો જયાં રહે છે તેવા અલંગના બુથ નં.૮માં ૨૬.૫૨ ટકા મતદાન નોંધાયુ છે.

કુલ બુથ ર૬૧ છે જેમાના ૬૭ બુથ  એવા છે જેમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયાનું નોંધાયું છે. જયારે પચાસ ટકાથી ઓછુ મતદાન ૩૧ બુથ પર નોંધાયું છે.

કોળી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર પછી તાલકુાના સરતાનપુર (ંબંદર) ગામનું મતદાન પચાસ ટકાથી ઓછુ છે. સરતાનપરના૧૦ બુથ છે આ ગામના જ એક અપક્ષ ઉમેદવાર શાંતીભાઇ હોઇ અહી ત્રીપાંખીયો જંગ જેવો માહોલ હતો. તેમ છતા અહી ભાજપની લીડ નિકળશે તેવું ગણીત છે.

જયારે પાંચ બુથ ધરાવતા દિહોર ગામે ૬૮ થી ૭૭ ટકા મતદાન નોંધાયું છે અહી કોંગ્રેસની લીડ નિકળે તેવી શકયતા નકારી શકાતી નથી.

૧૬ બુથ એવા છે જેમાં ૮૦ ટકાથી વધુ મતદાન નોંધાયેલ છે. તેવા રોજીયા, તળાજા, નેસવડ, મામસી, સાંખડાસફર, મીડી વિરડી, ટીમાણા, ત્રાપજ, બપાસરા, ભારાપરા, પીપરલા, ઘાંટરવાળી અને જુના કોદીયા ગામના બુથોનો સમાવેશ થાય છે.

આ મોટાભાગના બુથો એવા માનવામાં આવે છે જયાં કોંગ્રેસ પોતાની જીતનો દાવો વધુ મજબુત રીતે કરે છે.

જો કે ઇવીએમ ખુલ્યા બાદ જ મતદારોએ કોને વિજયમાળા પહેરાવી છે તે ખબર પડશે બાકી બધી જ અટકળો ચાલશે.

(11:15 am IST)