Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જામનગર જિલ્લાના ચેલા ગામેથી મેકડ્રોન પાવડર સાથે એક શખ્શને પકડી પાડતી જામનગર એસ,ઓ,જી,

મેકડ્રોન પાવડર 34 ગ્રામ સહીત અન્ય વસ્તુઓ મળીને કુલ મઃ .50 લાખથી વધુનો મુદામાલ જપ્ત

જામનગર : ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ .રા. ગાંધીનગર નાઓ દ્વારા સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરતા એસ,ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન તથા સૂચના મુજબ પો.સ.ઈ. આર.વી. વીંછી નાઓના નેતૃત્વ વાળી ટીમના સ્ટાફના પોલીસ હેડ કોન્સ. દીનેશભાઇ રામજીભાઇ સાગઠીયાને ખાનગી બાતમી હક્કિત મળેલ કે ઇમ્તિયાઝ રસીદભાઇ લાખા *રહે, ચેલા ગામ તા.જી. જામનગર વાળો( તેમના રહેણાંક મકાને ગેરકાયદેસર કેફી માદક પદાર્થ છુટક વેચાણ કરે છે તેવી હકિકત મળતા ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા આરોપીના રહેણાંક મકાનેથી ગે.કા. મેફેડ્રોન પાવડર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.૩,૫૦,૨૦૦ સાથે મળી આવતા આરોપી વિરૂધ્ધ પંચ બી પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

(7:42 pm IST)