Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કાલે જેતપુરના ધર્મોત્સવમાં ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિ

શ્રી સ્વામિનારાયણ મંદિરના ગાદીસ્થાન મહોત્સવમાં નૂતન મંદિર, પ્રવેશદ્વાર સહિતનું આચાર્ય રાકેશપ્રસાદના હસ્તે ઉદ્ઘાટન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૨ : સ્વામીનારાયણ મંદિરની ગાદી સહજાનંદ સ્વામીએ સંભાળ્યાને ૨૨૦ વર્ષ થયા હોય મંદિરનો ૨૨૦મો પટ્ટાભિષેક હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો છે. આજરોજ સવારે ૯ કલાકે મંદિરમાં બનેલ મુખ્ય પ્રવેશદ્વાર, સભામંડપ, સંત આશ્રમ, મઞિલા મંદિરનું આચાર્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ. મહિલા મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ જે મૂર્તિને ગઇકાલે તમામ હરીભકતો દ્વારા લાવવામાં આવેલ, ઘઉંમાં રાખવામાં આવેલ. આજે સવારે ૯.૩૦ કલાકે આચાર્ય પ.પૂ. રાકેશપ્રસાદજી સ્વામી તેમજ પ.પૂ. નીલકંઠ ચરણદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સંતો - હરીભકતોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. ત્રણ દિવસથી ચાલતા યજ્ઞની પૂર્ણાહુતિ થયેલ.

આવતીકાલે મંદિરના પટ્ટાભીષેકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજરી આપશે. તેઓ હેલીપેડ ખાતે કાર મારફત ઉત્સવ સ્થળે ૨.૩૦ કલાકે પહોંચશે. સંતોના આશિર્વાદ મેળવી ટુંકા રોકાણ બાદ મંદિરના દર્શનાર્થે જશે. તેના કાર્યક્રમની તૈયારી રૃપી તંત્ર દ્વારા કવા યત શરૃ કરી દેવામાં આવી છે.

(1:11 pm IST)