Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મોરબીમાં વિખુટા પડેલા બે બાળકો મળ્યા

એક બાળક પોતાનું નામ નીતિન કોળી અને બીજા અનમોલ અને ઢસા પંથકના હોવાનું કહે છે : વાલીની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ગતરાત્રીના માતાપિતાથી વિખુટા પડેલા બે બાળકો મળી આવ્યા હતા ચાઈલ્ડ લાઈન દ્વારા હાલ બન્ને બાળકોના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે

મળતી વિગત મુજબ મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ગતરાત્રીના બે બાળકો મળી આવ્યા હતા આ અંગે મોરબી ચાઈલ્ડ લાઈન ટીમન કો ઓડીનેટર રાજુભાઈ ચાવડા અને તેની ટીમે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ મૂળ ધોળા (રંઘોળા ચોકડી ઢસા) ના રહેવાસી છે. બાળકોના જણાવ્યા મુજબ તેઓની સાથે તેના મમ્મી-પપ્પા બંને હતા.

બાળકોનું કાઉન્સિલિંગ કરતા માલુમ પડ્યું કે એક બાળકનું નામ નિતીન સુરેશભાઈ કોળી અને બીજા બાળકનું નામ અનમોલ સુરેશભાઈ કોળી છે. તેઓ બંને સગા ભાઈઓ છે. જેમાં નિતીનની ઉંમર છ વર્ષ અને અનમોલની ઉંમર આશરે સાત વરસની છે. તેઓ ગુજરાતી ભાષા બોલે છે. નિતીન ચોથા ધોરણમાં અને અનમોલ ત્રીજા ધોરણમાં ભણે છે. તેમના દાદાનું નામ બાબુભાઈ અને દાદીનું નામ હંસાબેન છે. હાલ બંને બાળકોને ૧૦૯૮ ના દિપ્તી હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. અને આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરાઈ છે અને વાલીની શોધખોળ હાથ ધરી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવા ટીમે કામગીરી હાથ ધરી છે.

(1:02 pm IST)