Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ચુંટણીમાં હારના ડરથી ભાજપ સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં મામુલી ઘટાડો કર્યોઃ વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧ર : લાઠી - બાબરાના ધારાસભ્ય ઠુંમરે જણાવ્યુ઼ કે તમામ ક્ષેત્રમાં નિષ્ફળ નિવડેલી મોદી સરકારે મે-ર૦૧૪ થી ઓકટોબર ર૦ર૧ સુધીના સાત વર્ષ ઉપરાંત ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓલઇલના ભાવ રેકોર્ડ સ્તર નીચી સપાટીએ ઘટવા છતા ઘર આંંગણે (દેશમાં) પેટ્રોલ - ડીઝલનાં ભાવો ઘટાડવાના બદલે એકાઇઝ ડયુટીમાં તબકકાવાર વધારો કર્યે રાખી અઢીસો ટકાજેટલો ઘરખમ વધારો કર્યો અને પેટ્રલ અને ડીઝલના ભાવો વધારી દેશની જનતાના ખિસ્સા ખંખેરી સરકારી તિજોરી ભરવાનું અને દેશની જનતાના પૈસે તાગડધિન્ના કરવામનું મુનાસીબ માન્યુ છે.

દેશના કેટલાક રાજયોઅ ને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના ત્રણ લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી ર૯ બેઠકોની પેટા ચુંટણીમાં પડતા ભાજપનો કારમો પરાજય થયો તેથી અને આગામી વર્ષના પ્રથમ કવાર્ટરમાં યોજાનાર પાંચ રાજયો (ઉત્તર પ્રદેશ - ઉતરાખંડ,  - ગોવા - પંજાબ - મણીપુર)ની વિધાનસભાની ચુંટણીમાં હારના ડરથી મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટાડવા એકસાઇઝ ડયુટીમાં મામુલી ઘટાડો કર્યો છે. જે દેશની જનતાને બેવકુફ બનાવવા બરાબર છે.

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર જણાવ્યું કે, કોંગ્રેનસા શાસનમાં પેટ્રોલ પર માત્ર દસ રૂપિયા અને ડીઝલ પર ફકત ત્રણ રૂપિયાને પચાસ પૈસા એકસાઇઝ ડયુટી વસુવામાં આવતી હતી. તેને બદલે  મોદી સરકારે માત્ર સાત વર્ષમાં પેટ્રોલ પર બત્રીસ અને ડીઝલ પર એકવીસ રૂપિયાને ૮૦ પૈસા જેટલી અસહય એકસાઇઝ ડયુટી વસુલીને દેશની જનતાના ખિસ્સા ખંખેરી, સરકારી તિજોરી ભરી પ્રજાના પૈસે તાગડધિન્ના જ કર્યા છે તેને બદલે મોદી સરકારે દેશની પ્રજાના હિતમાં મે-ર૦૧૪માં પેટ્રોલ અને ડીઝલ પર જેટલા પ્રમાણમાં એકસાઇઝ ડયુટી  વસુલવા અથવા તો પેટ્રોલ અને ડીઝલનો જીએસટીના માળખામાં સમાવેશ કરવા અને મોંઘવારી પર અંકુશ મેળવવા મોદી સરકારને દેશની પ્રજાના હિતમાં અપીલ કરૂ છે.

(12:59 pm IST)