Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સલાયામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ ત્રણેય આરોપીઓ નામચીન ગુન્હેગારો

તપાસ એસઓજી પીઆઇ પટેલને સોંપાઇઃ મુંબઇ તથા અન્ય સ્થળોએ તપાસ કરાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના આરાધના ધામ પાસેથી મહારાષ્ટ્રીયન શખ્સ તથા સલાયાના કારા બંધુઓ પાસેથી પકડાયેલ ડ્રગ્સ કે જેમાં હેરોઇન તથા એમ. ડી. ડ્રગ્સનો જથ્થો હતો તેનો કુલ આંક ૬૩.૦૧૯ કિ. ગ્રામ તથા કુલ કિંમત ૩૧પ, ૯,પ૦,૦૦૦ ની થઇ છે.

દેવભૂમિ દ્વારકા જિ. પો. વડા શ્રી સુનિલ જોશીએ સાંજે પત્રકાર પરિષદ યોજીને કઇ રીતે આવડો રેકોર્ડ ડ્રગ્ઝનો જથ્થો પકડાયો,  કઇ રીતે ખાનગી આયોજન કોળુ તથા કામગીરીની ઝીણી વિગતો સાથે ૩૧પ કરોડના હેરોઇનના જથ્થાનું નિરીક્ષણ પત્રકારોને કરાવ્યું હતું.

જિ. પો. વડા શ્રી જોશીએ જણાવેલ કે ત્રણેય આરોપીઓએ કઇ રીતે જથ્થો કયાંથી મેળવ્યો માલ પાકિસ્તાનમાંથી આવેલો તે કઇ રીતે અહીં પહોંચ્યો ? કોણ કોણ લોકો માલ લેવામાં સામેલ હતા ? કયાં વહાણથી માલ આવ્યો ? કોની મદદથી આ માલ આવેલો વેચાણમાં કોણ સંડોવાયેલું છે. વિ. વિગતો સાથે ત્રણે આરોપીઓની પુછપરછ થશે.

પકડાયેલા સૈજાદ સિકંદર તથા સલાયામાંથી પકડાયેલા કુખ્યાત સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારા બન્નેને ખંભાળીયા પો. ઇ. શ્રી પી. એમ. જુડાવે ખંભાળીયા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતાં. તથા સરકારી વકીલોની દલીલો તથા બાહોશ પો. અધિકારીશ્રી જુડાલની કાગળની કાર્યવાહીથી ૧૪-૧૪ દિવસની માંગેલી રીમાન્ડ ૯-૯ દિવસની મળી હતી જે માટે કાગળની કાર્યવાહીમાં જિ. પો. વડાશ્રી સુનિલ જોશીનો માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડા,  ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, ડીવાયએસપી નીલમ ગોસ્વામી તથા પો. ઇ. જે. એમ. ચાવડા, જે. એમ. પટેલ, પી. એમ. જુડાબ તથા પો. સ. ઇ. સીંગરખીયા કાર્યવાહીમાં જોડાયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જોશીએ આ મહત્વના પ્રકરણની તપાસ ખંભાળીયા પો. ઇ. પી. એમ. જુડાલને સોંપાઇ હતી તેઓ રજા પર જવાના હોય આ તપાસ એસઓજી પી. આઇ. જે. એમ. ચાવડાને સોંપાઇ છ.ે તેમણે ત્રણેય આરોપઓનો કબ્જો લઇને મુંબઇ તથા અન્ય સ્થળે તપાસનો દોર હાથમાં લીધો છે.

ડ્રગ્સમાં પકડાયેલા ત્રણે આરોપીઓમાં સૈજાદ સિકંદર મર્ડરમાં જેલ જઇ આવેલો નામચીન શખ્સ છે તો સલીમ કારા તો અગાઉ નાર્કોટીકસ તથા નકલી ચલણી નોટો તથા હથિયાર પ્રકરણમાં સંડોવાયેલો તથા અલી કારા જૂગારમાં પકડાયેલો હતો.

પોલીસ દ્વારા કોલ ડીટેલ તથા અન્ય પુરાવાઓ પરની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે તથા હજુ બીજા શખ્સોની ધરપકડ થવા સંભાવના છે.

સલાયામાંથી પકડાયેલા સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારા બન્ને વહાણવટીનો ધંધો કરે છે. જેમાં જેલમાં સલીમને સૈજાદનો ભેટો થતાં તેણે ડ્રગ્સનો મલાઇદાર ધંધો જણાવતા આ ધંધામાં મોટા પાયે જોડાઇને કરોડોનું ડ્રગ્સ મંગાવ્યું હતું જો કે અગાઉ પણ ડ્રગ્સનો કેસ સલીમ ઉપર થયો હતો. હાલ સોનાની દાણચોરી ઘટી જતાં હવે ડ્રગ્સના મલાઇદાર ધંધા પ્રત્યે નામચીનો વળ્યા છે ઓવી જગ્યા રોકે અને વધુ નફો મળે તેવો ધંધો છે....!!

દેવભૂમિ દ્વારકા જિ. માં એલ. ઓ. જી. પી. આઇ. તરીકે ફરજ બજાવતા શ્રી જે. એમ. પટેલને વિજીલન્સમાં મુકવામાં આવેલા જે કામગીરી ફેરફાર માંથી તેમને પરત બોલાવીને ફરી એસ. ઓ. જી. પો. ઇ. દ્વારકામાં નિયુકત કરવામાં આવ્યા છે તથા તેમને આવતાની સાથે જ ૩૧પ કરોડના ડ્રગ્સના કેસની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

(12:58 pm IST)