Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પોતાના તરફ વળે તે અભિમાન બીજા તરફ વળે તે સન્માન : શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી

જેતપુર ભકત ચીંતામણી સપ્તાહનો ૩જો દિવસ : પ.પૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ખાસ ઉપસ્થિતિઃ આચાર્ય-સંતો-મહંતોના સાનીધ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ર :.. શહેરના ગાદી સ્થાન સ્વામી નારાયણ મંદિરના રર૦ માં પટ્ટાભિષેક ભકત ચીંતામણી સપ્તાહના ત્રીજા દિવસે શહેર સ્વામીનારાયણ મય બની ગયુ આચાર્ય શ્રી ૧૦૦૮ રાકેસપ્રસાદ  મહારાજનું ઉત્સવમાં આગમન થતા. હરીભકતો ભાવવિભોર બની ગયા હતાં.

ત્રીજા દિવસની કથાના શ્રવણે બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ. ર-રથ, બગી, ટ્રેકટર, ગાડીને સુશોભીત કરી તેમાં આચાર્ય-સંતો-મહંતોને બેસાડી જય સ્વામીનારાયણના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી મંદિર ખાતે વિરામ પામેલ. ફટાકડાની આતશબાજી, ડી.જે.ના નાદ સાથે ભકતો હરીમય બની ગયા હતાં.

ત્રીજા દિવસની સપ્તાહમાં રસપાન કરાવતા શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીએ સતત પર૧ માં દિવસે અભિમોન થી કોઇપણનો નાસ થાય છે. માન એટલે દોષ છે જો તે પોતાના તરફ વળે તો અભિમાન બની જાય છે અને બીજા તરફ વળે તો સન્માન બની જાય છે. બીજાને સન્માન આપવુ એ બહુ સારૂ છે. માન આપે તેવા સંતોને વંદન કરવું. અભીમાનથી માણસ ફુલી સકે ફેલાઇ ન શકે માત્ર તેનો નાસ જ થાય. અવ ગુણીનો સંગ કદી ન કરવો જોઇએ.

આચાર્ય શ્રી ૧૦૦૮ પ.પૂ. રાકેશ પ્રસાદ મહારાજે મંદિરના વિકાસને આવકાર્યો અને દાતાઓને બિરદાવ્યા હતાં. શ્રી નિલકંઠચરણદાસજી સ્વામીની ગુરૂભકતીથી પ્રભાવીત થયેલ. ટૂંક સમયમાં મંદિરનો બહોળો વિકાસ કર્યો તે મુળ આનંદની વાત છે.

શોભાયાત્રામાં વડતાલથી ધ.ધુ. ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજ, પ. પૂ. શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, પ.પૂ. મોહનદાસજી સ્વામી, શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, શ્રી પ્રભુચરણદાસજી સ્વામી, શ્રી હરિપ્રીયદાસજી સ્વામી, શ્રી હરીસેવાદાસજી સ્વામી  સહિત જોડાયા હતાં.

(12:57 pm IST)