Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

લીંબડી હાઇવે ઉપર અકસ્માત : ૧નું મોત

વઢવાણ : લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર તોરણીયા ગામના પાટિયા પાસે આઇસર પાછળ બાઈક ઘુસી જતાં તોરણીયા ગામના કોળી યુવાનનું ઘટનાસ્થળે મોત થયું છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર તોરણીયા ગામના પાટિયા પાસે આઇસર પાછળ બાઈક ઘુસી જતાં તોરણીયા ગામના રહેવાસી મેહુલભાઈ વશરામભાઈ ઝિંઝુવાડીયાનું ઘટના સ્થળ ઉપર મોત નિપજયું હતું. જયારે એક વ્યકિતને ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરે લીમડી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે મેહુલભાઇને પીએમ માટે પણ લીમડી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:24 pm IST)