Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જુનાગઢમાં મહિલાના મકાનમાં જુગાર રમતી ૭ મહિલા ઝબ્બે

રૂ.પ૪૦૦ ની રોકડ કબ્જે કરાઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ર : જુનાગઢમા મહિલાના મકાનમાં જુગાર રમતી ૭ મહિલાને પોલીસે રૂ.પ૪૦૦ ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ એન.કે.નગરમાં રહેતા રાણીબેન અરજણ વાઢેર (ઉ.૪પ) નામની મહિલા પોતાના રહેણાંક મકાને મહિલાઓને બોલાવી જુગાર રમાડતી હોવાની માહિતી મળતા સી ડીવીઝનના પ્રોબેશનર પી.આઇ.એન.એ.શાહ, જમાદાર કે.એન.જોગીયા અને કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી વગેરેએ ગઇકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે રાહીબેન ઉપરાંત રાંભીબેન ગાંડાલાલ, મુડીયાશીયા, શીતલબેન હરેશભાઇ માખેચા, રૂપીબેન દેવદાસ ભુતીયા સાકરબેન ભીખુભાઇ કોઠડીયા, સુશીલાબેન કિશોરચંદ્ર ઠાકર અને જયાબેન મુળુભાઇ દયાતરને રૂ.પ૪૦૦ ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ તમામની સામે કાર્યવાહી કરી હતી.

(12:21 pm IST)