Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મોરબીમાં મુંબઇથી પરત ફરેલ મહિલા બાદ તેમના પતિ પણ કોરોના પોઝિટીવ થયા

જિલ્લામાં સતત ત્રીજા દિવસે વધુ એક કેસ નોંધાયો : વેકિસનનો બીજો ડોઝ નથી લીધો

 મોરબી,તા.૧૨ : મોરબીથી મુંબઈ જઈ પરત આવેલા મહિલા ગઈકાલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના ૪૧ વર્ષીય પતિનો કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ પોઝિટિવ આવતા સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

મોરબીનો પરિવાર દિવાળીના તહેવારોમાં મુંબઈ ગયા બાદ ગત તા.૮ ના રોજ મહિલાને શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેઓ પોઝિટિવ આવ્યા બાદ તેમના ૪૧ વર્ષીય પતિનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવતા તેઓ પણ કોરોના પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના પોઝિટિવ આવેલ દંપતીએ કોરોના વેકિસનનો -થમ ડોઝ લીધો છે પરંતુ બીજો ડોઝ લીધો નથી આ સંજોગોમાં આરોગ્ય વિભાગ મોરબી દ્વારા કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝ માં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેકિસનનો ડોઝ મેળવી લેવા અપીલ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શનિવારે કારોબારી બેઠક અને સ્નેહહમિલન

મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક અને સ્નોહમિલનનું આયોજન કરવામાં આવનાર છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ કોંગ્રેસ સદસ્ય અભિયાન અંગે મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી તથા નવા વર્ષના  પ્રારંભે સ્નોહ મિલનનું આયોજન શનિવાર સવારે ૧૦:૩૦ કલાકે પાટીદાર હોલ, મુરલીધર હોટલ પાસે ભકિતનગર સર્કલ, મોરબી ખાતે રાખેલ હોવાનું મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ. જે. પટેલની યાદીમાં જણાવાયુ છે.

રૂખિયાના પરિવાર દ્વારા સંબલપૂર ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

મોરબી  : મોરબીના રૂખિયાના પરિવાર દ્વારા સંબલપૂર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેનું કથાવાચન મોરબીના શાસ્ત્રી નીખીલભાઈ જોષી કરશે.

સપ્તાહમાં વિવિધ પ્રસંગો ઉજવાશે જેમાં નૃસિંહ પ્રાગટય તા.૧૩/૧૧ , વામન જન્મ, રામ જન્મ અને કૃષ્ણ જન્મ તા.૧૪/૧૧ , ગોવર્ધન લીલા તા.૧૫/૧૧, રૂક્ષ્મણી વિવાહ તા.૧૬/૧૧ અને સુદામા ચરિત્ર તા.૧૭/૧૧ ના રોજ રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની સમાપ્તિ તા.૧૮/૧૧ ને ગુરુવાર ના રોજ ૧૨:૦૦ વાગ્યે થશે. સપ્તાહનો મહાપ્રસાદ તા.૧૮/૧૧ ને બપોરના ૧૨:૩૦ વાગ્યે રખાયો છે.

(12:20 pm IST)