Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સાવરકુંડલાઃ કોર્પોરેશનનાં નિર્ણયને આવકારતા ગ્યાસુદીન શેખઃ વોટસએપ મુદે્ રજુઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૧: ધારાસભ્ય ગ્યાસુદીન શેખની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વીએસ હોસ્પિટલને પુનઃ ચાલુ કરવા આંદોલન કરાયુ હતુ અને નામદાર હાઈકોર્ટમાં પણ વીએસ હોસ્પિટલ બંધ કરવા બાબતને પડકારવામાં આવી છે. નામદાર હાઈકોર્ટની ટકોર પછી મ્યુની. કોર્પો. એ વીએસ હોસ્પિટલ ચાલુ કરવાની ફરજ પડી છે.

હવે વી. એસ. હોસ્પિટલના ૫૦ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા સુપર સ્પશ્યલીટી ઓપીડી શરુ કરવાના સ્ટેન્ડીંગ કમિટીના નિર્ણયને આવકારતાં ધારાસભ્યશ્રી ગ્યાસુદીન શેખે જણાવ્યું હતું કે મ્યુનિ. કોર્પો.ના સત્તાધીશોએ વીએસ હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલને કન્સલ્ટન્ટની નિમણુંક કરી સંપૂર્ણપણે નવી બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે તે આવકારદાયક છે. મારી ગરીબ જનતા વતી વિનંતી છે કે નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે.

ભાજપને આગામી ચૂંટણીઓમાં નુકશાન ના વેઠવુ પડે તે માટે વીએસ હોસ્પિટલમાં નવો ઓકસીજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો તેમજ કેન્સર, લકવા, પેટના રોગો, લિવર પિત્ત્।ાશયના રોગ,મૂત્રાશયના રોગ, હૃદય રોગ, મગજના રોગ એવી ૧૩ જેટલી સુપર સ્પેશ્યાલીટીની તબીબી સેવાઓની ઓપીડી શરુ કરવામાં આવી છે જેના માટે સુપર સ્પેશ્યાલીટી વિઝીટીંગ કન્સ્લટીંગ તબીબોની કોન્ટ્રાકટથી નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત ગ્યાસુદીન શેખ એ પોલીસ ઇન્સપેકટર શાહપુર પોલીસ સ્ટેશનને  પત્ર પાઠવીને દિલ્હી દરવાજા વોટ્સએપ ગુપ તથા સાજીદ વલી - પંચમહાલના ખાનગી એકાઉન્ટ તેમજ કૌમકા નહી કામકા એમ.એલ.એ. કુલ ત્રણ વોટ્સએપ ગુપ દ્વારા મારી વિરુદ્ઘ વાંધાજનક પોસ્ટ વાયરલ કરવામાં આવેલ તે અનુસંધાને પોસ્ટ બનાવનાર મુખ્ય સૂત્રધાર સહિત પોસ્ટ વાઈરલ કરનાર તમામની સામે ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે.

(11:29 am IST)