Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

જામનગરના માર્કેટયાર્ડમાં સાડા નવ હજાર ગુણી મગફળીની આવક :ભાવને લઈને ખેડૂતોમાં અસંતોષ

જામનગરના માર્કેટ યાર્ડમાં મગફળીની નવથી સાડા નવ હજાર ગુણીની આવક થઈ છે. જીણી મગફળીના ઊંચામાં 1050 અને સરેરાશ 950 રૂપિયા ભાવ બોલાયા છે. જયારે જાડી મગફળીના સરેરાશ પોણા નવસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે.

   યાર્ડમાં પોતાની મગફળી લઈને વેચવા આવેલા ખેડૂતો પોતાને મળતા ભાવને લઈને નારાજ જોવા મળ્યા હતા. આ તરફ ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને જૂનાગઢમાં 1,860 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ઓનલાઈને રજીસ્ટ્રેશન ચાલી રહ્યુ છે. પરંતુ જૂનાગઢમાં માત્ર 950 ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.

(8:48 pm IST)