Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ઓખા નવ દાયકા જુની ચાર મહાજન પેઢીમાં આજે પણ કોમ્પ્યુટર સાથે દેશીનામા પધ્ધતીથી ચોપડા લખાઇ છે

પપ રૂપીયે તોલુ સોનુ, એક રૂપીયામાં તેલ ડબો, એક રૂપીયે મણ બાજરો, પુરાની યાદો તાજા કરતા મહાજન પ્રમુખ મનસુખભાઇ બારાઇ

ઓખા, તા.૧૨: ઓખા બંદરની સ્થાપના ૧૯૨૬માં મહારાજા સંયાજીરાવ  ગાયકવાડ સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારના સમયની સવથી પુરાની પેઢી જી.એન.બારાઇ (ગોકલદાસ નારણદાસ બારાઇ) એ અનાજ કરીયાણા રાશનની પ્રથમ દુકાનનો પ્રારંભ કરેલ ત્યાર પછી આવી ટી.આર.એન્ડ કુ. (તુલસીદાસ રામજી દાવડા) પરિવાર દ્વારા  ૧૯૩૭માં ઓખા બંદર પર એ.સે.સી.સીમેન્ટ સપ્લાઇનો શીપીંગ કંપનીનો પ્રારંભ કર્યો હતો. ત્રીજા નંબરે મથુરાદાસ મેઘજી ગોકાણી સાથે વિરમભા આશાભા માણેક પરીવારે અનાજ કરીયાણા વેપાર ૧૯૪૪માં મેઇન બજાર ઓખામાં પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ જે.સી.એન્ડ કુ. (જૈન્તીલાલ ચત્રભુજ ભાયાણી) એ ૧૯૪૫માં કેરોસીન અને બારદાનનો વેપાર ઉદ્યોગનો પ્રારંભ કર્યો હતો. આ ચારે પેઢીઓ દેશી નામા પધ્ધતીથી ચોપડા લખતા હતા. આજે આટલા વર્ષો બાદ ડીઝીટલ કોમ્પ્યુટર યુગમાં પણ આ દેશી ચોપડા સાથે કોમ્પ્યુટરમાં ચોપડાઓ લખાય છે. આજે પણ આ ચીલ્લો ચાલુ રાખી ચોથી પેઢીના બાળકો અને યુવાનો દર દિવાળીએ ચોપડા પુજન કરે છે. અને આ આધુનીક કોમ્પ્યુટર યુગમાં પણ આ દેશી ચોપડા સાથે કોમ્પ્યુટર લખાય છે. અને આ આધુનીક કોમ્પ્યુટર યુગમાં પણ આ દેશી નામા પધ્ધતીની પરંપરા જાળવી રાખી છે. અહીં પુરાની યાદો તાજા કરતા મહાજન પ્રમુખ શ્રી મનસુખભાઇ બારાઇએ કહ્યું હતુ કે દસ થી પંદર માણસનો પરીવારનું ગુજરાન મહીને ૧૦૦ રૂપીયા આવતુ હતુ. તે સમયે પપ રૂપીયે તોલુ સોનુ, તેલના ડબાનો એક રૂપીયો, અને ઘઉં બાજરો મણ એટલે કે ૨૦ કીલોનો ભાવ એક રૂપીયો હતો.

(11:52 am IST)