Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

રાજુલા રેન્જમાં સિંહ સાથે ઇનફાઈમાં 11 વર્ષના દીપડાનું મોત

બાબરીયાધાર રાઉન્ડ માં મચ્છુન્દ્રા ડુંગર પાસેથી મળ્યો હતો દીપડાનો મૃતદેહ

 

રાજુલા રેન્જમાં સિંહ સાથે ઇનફાઈમાં 11 વર્ષના દીપડા નું મોત. શેત્રુજી ડિવિઝન નીચેના રાજુલા રેન્જના ના બાબરીયાધાર રાઉન્ડ માં મચ્છુન્દ્રા ડુંગર પાસેથી શનિવાર ના રોજ સવારે વન વિભાગ ને એક દીપડા નો મૃતદેહ મળ્યો હતો અને વન વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે પર તપાસ હાથ ધરી હતી અને દીપડા ના મૃતદેહ નું બાબરીયાધાર રેસ્ક્યુ સેન્ટર માં પી એમ કરવાં આવ્યું હતું ત્યારે દીપડાના મૃતદેહમાં ઈજા ના નિશાન જોવા મળ્યા હતા અને સિંહ સાથે ઇનફાઈટ માં 11 વર્ષના દીપડા નું મોત થયાનું વન વિભાગે જણાવ્યું હતું

(12:14 am IST)