Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

વાંકાનેરની છાત્રા સોનલને આપઘાત માટે મજબુર કરનાર મહિલા અને ત્રણ શખ્સોની ધરપકડ

રાહુલ રમેશભાઇ વોરા(રહે. વાંકાનેર), જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા(સિંધાવદર), અખીલ પરમાર (વાંકાનેર) તથા મદદગારી કરનાર ગવરીબેન કેશુભાઇ : (વાંકાનેર) સહિત ચારેયની ધરપકડ બાદ આકરી પુછતાછ

રાજકોટ, તા., ૧૨: વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલબેન રતીભાઇ વોરા નામની  ૧૮ વર્ષની છાત્રાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે મજબુર કરનાર મહિલા સહિત ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી આકરી પુછપરછ હાથ ધરીછે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પેડક સોસાયટીમાં રહેતી અને ધો.૧રમાં અભ્યાસ કરતી સોનલ રતીભાઇ વોરા (ઉ.વ.૨૦)  (જાતે અનુસુચીત જાતી) ઘરે કેરોસીન છાંટી સળગી જતા તેને ગંભીર હાલતમાં વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી જયાં તેનું મોત નિપજયું હતું. મૃતક યુવતીએ સુસાઇડ નોટ લખી હતી જેમાં વાંકાનેર પંથકના ત્રણ શખ્સો અને એક મહિલા હેરાનગતી કરતા હોય તેનાથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું જણાવ્યું હતું. પોલીસે આ સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી.

દરમિયાન આ બનાવ અંગે મૃતક સોનલના પિતા રતીલાલ ગોવિંદભાઇ વોરાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાંપોતાની પુત્રીને આપઘાત માટે મજબુર કરનાર ગવરીબેન કેશુભાઇ ઉભડીયા (રહે. વાંકાનેર) રાહુલ રમેશભાઇ વોરા (રહે. વાંકાનેર), જીતેન્દ્ર અરજણભાઇ મકવાણા (રહે. સિંધાવદર) તથા અખીલ પરમાર (રહે. વાંકાનેર) સામે ફરીયાદ નોંધાવતા વાંકાનેરના પીઆઇ એચ.એન.રાઠોડ તથા સ્ટાફે ઉકત ચારેયની ધરપકડ કરી આકરી પુછતાછ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૃતક  સોનલ સાથે જીતેન્દ્ર અરજણભાઇ પરમાર (રહે. સિંધાવદર)નો કિસ કરતો વિડીયો ઉકત ત્રણેય શખ્સોએ ઉતારી બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગેંગરેપ કરવાની કોશીષ કરતા સોનલે સળગી જઇ આપઘાત કરી લીધો હતો. વધુ તપાસ પીઆઇ રાઠોડ ચલાવી રહયા છે.

(11:34 am IST)