Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ગોંડલના દેરડી(કુંભાજી) જૂથ સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં કાલે રસાકસી ભર્યો ચૂટણી જંગ..

તા. ૧૨: દેરડી(કુંભાજી) જૂથ સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિની ચૂંટણી આગામી તા.૧૩ને રવિવારના રોજ યોજાઈ રહી છે.ત્યારે ૧૮ વર્ષ બાદ યોજાઈ રહેલ ચૂંટણીમાં બે પેનલો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાઈ રહ્યો છે.

વિશાળ ખેડૂત સભાસદોનો વર્ગ ધરાવતી શ્રી દેરડી(કુંભાજી)જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી વર્ષપ્ર૨૦૦૨ થી આજ દિવસ સુધી એટલે કે છેલ્લા ૧૮ વર્ષથી લોકશાહી ઢબે યોજાઈ નથી ત્યારે વાત કરવામાં આવે દેરડી(કુંભાજી) સહકારી મંડળીની ચૂંટણી અને હાલમાં યોજાઈ રહેલ ચૂંટણી અંગેની તો  દેરડી(કુંભાજી) જૂથ સેવા સહકારી મંડળીના વર્તમાન સાશકોએ વર્ષ ૨૦૦૨માં મંડળીની યોજાયેલ ચૂંટણીમાં મંડળીના પ્રમુખે પોતાના  મળતીયા એવા ચંદુભાઈ ગોળની નિમણૂક કરી હતી.એ સમયે એક જ ચૂંટણીના બેપ્રબે જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને ખેડૂત સભાસદોના મતાધિકાર  છીનવીને ગેરકાયદેસર રીતે ચૂંટણી કરી  નાખી હતી. બંધ બારણે યોજાયેલ ગેરકાયદેસરની ચૂંટણીની સામે એ સમયે નાનજીભાઈ ગોળ અને નાગજીભાઈ બોરસાણીયા નામના બે ખેડૂતોઓએ કોર્ટના દ્વાર ખખડાવીને મનાઈ હુકમ મેળવ્યો હતો.બાદમાં ખેડૂતોની સાથે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ શ્રી દેરડી (કુંભાજી)મંડળીની વ્યવસ્થાપક કમિટિની મુદત પૂર્ણ થતાં વર્ષ ૨૦૦૮માં ફરી મંડળીની ચૂંટણી યોજાઈ હતી.જેમાં પણ એ સમયના અને હાલના મંડળીના  પ્રમુખ,મંત્રી અને કમિટિના સભ્યો સહિતના સાશક લોકોએ ફરી મંડળીની ચૂંટણી બંધ બારણે ગેરકાયદેસર રીતે કરી નાખી હતી.મંડળીમાં લોકશાહીનું ખૂન કરીને ફરી ગેરકાયદેસર રીતે યોજાયેલ ચૂંટણીમાં એ સમયે બિનહરીફ ચૂંટાયેલાં જગદીશભાઈ ગોળ,મોહનભાઈ માવજીભાઈ ખાતરા સહિતના કુલપ્ર ૧૫ સભ્યો સાથેની ગેરકાયદેસરની યોજાયેલ ચૂંટણીનો મામલો ફરી રાજકોટની નોમીની કોર્ટમાં પહોચ્યો હતો.જેમાં પણ મંડળીના સભાસદ નરેશ પ્રાગજીભાઈ શેખલીયા,બાલુભાઈ ગોપાલભાઈ દોંગા,રમેશભાઈ સવજીભાઈ નરોડીયા નામના ખેડૂતોએ ગેરકાયદેસર રીતે યોજાયેલ ચૂંટણી અંગે મનાઈ હુકમ મેળવીને રાજકોટ નોમીની કોર્ટમાં લવાદ કેસ નંબરપ્ર ૩૬૨/૦૮થી કેસ દાખલ કરીને ન્યાયની દાદ માંગી હતી.

દેરડી(કુંભાજી) જૂથ સેવા સહકારી મંડળીમાં બીજી વખત યોજાયેલ ચૂંટણીમાં પણ ફોજદારી રાહે પગલાં ભરી શકાય  તેવી ગંભીર પ્રકારની અનેક ક્ષતિઓ બહાર આવી હતી.સહકારી મંડળીના વર્તમાન હોદેદારો પૈકીના ચૂંટણી સમયે યાત્રા પ્રવાસે ગયેલા બાલુભાઈ માયાણી તેમજ મૃતક ખેડૂત માધાભાઈ દોંગાની ઉમેદવારી ફોર્મમાં ખોટી કરેલ સહીઓ સાથેના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.જેમની સામે રાજકોટ અમદાવાદ સહિતની કોર્ટોએ મનાઈ હુકમો ફરમાવ્યા હતાં.તેમ છતાં રાજકીય ઓથ ધરાવતા લોકોએ આજ દિવસ સુધી એટલે કે ૧૮ વર્ષ સુધી દેરડી (કુંભાજી) મંડળીની ચૂંટણી યેનકેન પ્રકારે યોજાવા દીધી ન હતી.

જ્યારે દેરડી(કુંભાજી) જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ રહી છે.ત્યારે  વારંવાર ગેરકાયદેસર રીતે ચૂંટણી યોજીને ૧૮ વર્ષ સુધી સરમુખત્યાર સાશન કરનાર અને ફરિયાદીની બે પેનલો વચ્ચે સીધો જ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે.જેમાં

સહકારી મંડળીના વર્તમાન સાશકોની ખેડૂત વિકાસ સમિતિ અને ફરિયાદ પક્ષના લોકોની ખેડૂત હિત લડત સમિતિની કુલપ્ર૧૭ સભ્યો સાથેની પેનલો વચ્ચે સીધો જ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. જેમને લઈને ગોંડલ ભાજપના અગ્રણીઓ,સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો મંડળીના કાર્યક્ષેત્રના ગામોમાં હડીયાપાટી કરતાં થઈ જવાં પામ્યાં છે.

આ ચૂંટણીમાં રવિવારના સવારના ૯ થી ૩ વાગ્યા સુધીના સમય દરી મતદાન અને બાદમાં મતગણતરી હાથ ધરવાની હોવાથી ગોંડલનું રાજકારણ ગરમાયું છે.તો બીજી તરફ ચૂંટણી પરિણામની સામે પણ લોકોની મીટ મંડાઈ રહી છે.

(11:33 am IST)