Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

માંગરોળની યુવતિ પર દુષ્કર્મ આચરનાર બનેવીની શોધખોળ

જૂનાગઢ તા. ૧ર :.. માંગરોળની યુવતી પર દુષ્કર્મ આચરનાર બનેવીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

માંગરોળમાં જે તે સમયે રહેતી યુવતી સાથે તેનો સગો બનેવી પણ રહેતો એક દિવસ યુવતી બાથરૂમમાં નહાતી હતી. ત્યારે માંગરોળનાં બાજુના ગામનો વતની બનેવી શખ્સે યુવતીનાં ફોટા પાડી લઇ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

બાદમાં તા. ૩૦-૯-ર૦૧૭ પહેલા યુવતીની મરજી વિરૂધ્ધ તેણી સાથે શરીર સંબંધ બાંધી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

હાલ વેરાવળ નજીકનાં એક ગામે રહેતી ભોગ બનનાર યુવતીએ ગઇકાલે માંગરોળ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી દુષ્કર્મ બનેવીની શોધખોળ આદરી છે. (પ-૧૯)

(12:13 pm IST)