Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ભાયાવદરના મોટી પાનેલીમાં જૂગાર રમતા ૪ પકડાયા

મોટી મારડમાં વર્લીના આંકડા લેતા કિરીટ પટેલને એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૧૩ :.. ભાયાવદરના મોટી પાનેલી ગામે જાહેરમાં જૂગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.

મળતી વિગતો મુજબ ભાયાવદરના એ. એસ. આઇ. જયદીપભાઇ અનડકટ સહિતના સ્ટાફે મોટી પાનેલી ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા હાજીભાઇ હારૂનભાઇ સુભણીયા, ભગવાનજી ઉર્ફે ભગો લાખાભાઇ પરમાર, સંદીપ અશોકભાઇ ચાવડા તથા દીલીપ અમૃતલાલ ચાવડા, રે. તમામ મોટી પાનેલીને રોકડા રૂ. ર૪૭૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ પાટણવાવ -મોટીમારડ ગામે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે. એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતી, રમેશભાઇ બોદર, રવિભાઇ બારડ, પીસી મનોજભાઇ બાયલ તથા દિવ્યેશભાઇ સુવા સહિતના સ્ટાફે રેઇડ કરી કિરીટ બાલક નરસીભાઇ શાપરીયા પટેલ (ઉ.પપ) (રે. મોટીમારડ તા. ધોરાજી) ને વર્લી ફીચરના સાહિત્ય ત્થા રોકડ ૧૧,૪૪૦ તથા એક મોબાઇલ સોથ કુલ ૧૧,૯૪૦ સાથે પકડી પાટણવાવ પો. સ્ટે. આગળની કાર્યવાહી કરવા સોંપી આપેલ હતો. (પ-૧૬)

(12:12 pm IST)
  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST