Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

બગસરાનાં બાલાપુરમાં ગુજરાતના સૌપ્રથમ અબ્દુલ કલામ વિજ્ઞાન કેન્દ્રનું રવિવારે પ વૈજ્ઞાનિકોના હસ્તે ઉદ્દઘાટન

બગસરા, તા.૧૨:બગસરાના બાલાપુર ગામે આગામી રવિવારે ડો.અબ્દુલ કલામઙ્ગ વિજ્ઞાન કેન્દ્રની શુભ શરૂઆત થવા જઇ રહી છે.  આ તકે દેશના શ્રેષ્ઠ પાંચ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઉભું થનાર ગુજરાતનું સૌપ્રથમ વિજ્ઞાન કેન્દ્ર છે.

 વિગત અનુસાર બગસરા તાલુકામાં આવેલ બાલાપુર ગામ ખાતે ગામના પનોતા પુત્ર ડો. ચંદ્રમૌલી જોશી ના પ્રયત્નથી આગામી રવિવાર ના રોજ દેશના સુપ્રસિદ્ઘ વૈજ્ઞાનિકો ના હસ્તે ગુજરાત રાજયના સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારના ડો.એ.પી.જે.અબ્દુલ કલામ વિજ્ઞાન કેન્દ્રની શરૂઆત થવા જઈ રહી છે.જેની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રસ તથા રુચિ જાગૃત થાય તે હેતુથી આકાર લઈ રહેલા આ વિજ્ઞાન કેન્દ્રના ઉદદ્યાટક તરીકે પ્રસિદ્ઘ ભૂગોળ વૈજ્ઞાનિક ડો જે.જે. રાવલ તથા ઇસરોના વૈજ્ઞાનિક ડો.સૂર્યકાંત શાહ , બેંગ્લોરના વૈજ્ઞાનિક ડો. એસ એન શેખ, વિજ્ઞાન પ્રસાર નેટવર્ક દિલ્હીના પૂર્વ વૈજ્ઞાનિક ડો. વી.બી.કામલે, ઉપરાંત ડો એ.બી. શેરસિયા, ઉપસ્થિત રહી આ વિજ્ઞાન કેન્દ્રને ખુલ્લું મૂકશે.

 આ કાર્યક્રમની સાથે સાથે બાલાપુર ગામમાં  શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા તમામ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવશે તેમજ આ ગામમાંથી વિજ્ઞાન ક્ષેત્રમાં અભ્યાસ કરી પોતાની કારકિર્દી નું દ્યડતર કરેલા ગામના તમામ પૂર્વ વિદ્યાર્થીઓ ને સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.(૨૨.૪)

(12:10 pm IST)