Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ભુમાફિયાની ગેરકાયદેસર પ્રવૃતિ વિરૂદ્ધ કડક હાથે કામગીરી કરતી સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી.ટીમ

સુરેન્દ્રનગર તા.૧૨: જિલ્લામાં વધતી જતી ખનીજ ચોરીને ડામવા પોલીસ અધિક્ષક મનિન્દર પ્રતાપ સિંહ પવારે આપેલ સુચના આધારે જિલ્લા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.બી.સોલંકી, પો.સબ.ઇન્સ. એચ.એમ. રાણા, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. રણજીતસિંહ પરમાર, દાજીરાજસિંહ ચુડાસમા, ઘનશ્યામભાઇ રબારી, હસુભાઇ, ડાયાલાલ પટેલ, મહિપતસિંહ, પો.કોન્સ. સંજયસિંહ ઝાલા, હરદેવસિંહ પરમાર, મહિપાલસિંહ રાણા, વુ.પો.કોન્સ. પ્રિયંકાબેન નાઓએ હકિકત આધારે આશી.જીઓલોજીસ્ટ ભુસ્તર શાસ્ત્રી કિરણ પરમાર તથા વિજય સુમેરા સાથે વેલાડા ગામની સીમમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરવા માટેની મશીન સાથેની ચરખી નંગ-૧૧ તથા મોે.સા.નંગ-ર તથા ૩૫ ટન જેટલો કાર્બોસેલ (કોલસો) મળી કુલ ૭ થી ૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી. ટીમની સફળ કામગીરીથી ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.(૧.૮)

(12:06 pm IST)