Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

અમરેલીના કાંટમાં પોલીસે જુગારધામ પર દરોડા: 47 લાખ મુદ્દામાલ સાથે 23 આરોપીઓને ઝડપાયા

સમગ્ર મામલે અમરેલી SPએ સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી

અમરેલીના કાંટ ગામમાં પોલીસે જુગારધામ પર દરોડા પાડતા 47 લાખ મુદ્દામાલ સાથે 23 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી જેના અતર્ગત આ રેડ પાડવમાં આવી હતી,જેના લીધે જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી પોલીસે જુગારીઓને ચોમેરથી ઘેરી લીધા હતા અને 23 જુગારીઓને પકડી પાડ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પકડાયેલા જુગારીઓ પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી,આ મામલે સમગ્ર મામલે  અમરેલી SPએ સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી છે. PSI પી,વી સાંખટ અને ડીબી ચૌધરી બન્ને  મહિલા PSIને લિવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે જ્યારે  ધારી PSI ડી.સી.સાકરીયાને બદલી કરી દેવામાં આવી છે. અમરેલી તાલુકા પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે.

(12:47 am IST)