Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકામાં ધોધમાર એક-એક ઇંચ વરસાદ વરસ્યો.

વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી

મોરબી જીલ્લામાં રવિવારે રાત્રીથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જેમાં રવિવાર બાદ સોમવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સોમવારે મોડી સાંજના સુમારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

મોરબી શહેર અને જીલ્લામાં સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે રોડ રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જેના પગલે સાંજે માત્ર એક કલાકમાં ટંકારા તાલુકામાં ૨૫ મીમી, મોરબી તાલુકામાં ૨૫ મીમી અને વાંકાનેર તાલુકામાં ૨૮ મીમી વરસાદ વરસ્યો છે તો હળવદ અને માળિયા તાલુકામાં વરસાદ નોંધાયો નથી

(12:37 am IST)