Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

દોઢ સદી જેણે આ દેશપર રાજ કરી આપણને ગુલામ રાખ્યા, તેમના મહારાણીના અવસાન પર શોક પાડવા સાથે શ્રધાંજલિ અર્પે તે છે હિન્દુસ્તાન!! રમેશભાઇ ઓઝા

મોરબીમાં શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથા શરૂ થયેલ છે ત્યારે માજી મુખ્યમંત્રી સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ત્યારે શ્રોતાઓને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને કથાકાર રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠેથી જણાવ્યુ હતું કે, ૧૫૦ વર્ષ સુધી જે દેશે આપણાં ઉપર રાજ કર્યું હોય તે દેશની રાણીનું આવસાન થાય તો પણ શોક રાખે તે હિંદુસ્તાન છે

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે. અને પહેલા દિવસે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને કોરોનામાં મૃત્યુ પામેલા દિવ્યાંગોના મોક્ષ માટે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ બોધરા, માજી સાંસદ વલ્લભભાઇ કથીરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ભાગવત સપ્તાહમાં ભાઈશ્રી દ્વારા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી તેમજ મોરબીના ઇતિહાસમાં મોરબીના લોકોએ ત્રણ ત્રાસદીનો હિંમતપૂર્વક સામનો કર્યાની વાત ભાગવત વચ્ચે ભાઈશ્રીએ કરી હતી જેમાં મચ્છુ ડેમ તૂટ્નોયો, ભૂકંપમાં કચ્છ અને મોરબીને નુકસાન કરેલ અને કોરોના મહામારીમાં મોરબીને પડેલી ખોટ અંગે વાત કરતા ભાઈશ્રીએ મોક્ષનું માર્ગ અને ધર્મની વાત કરી હતી અને ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મોરબી સહિત ગામે ગામથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવ વિભોર થઈ ભાગવતનું સ્મરણ કર્યું હતું.
ગુજરાતની ચૂંટણીમાં સક્રિય જ રહેવાનો : મોરબીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સૂચક નિવેદન.
ભાજપ કહે છે તે કરી બતાવે છે…નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપને ભવ્ય જીત મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
 ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ-ડાઉન વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવતા તેઓના ચૂંટણી લાડવા સામે પ્રશ્નાર્થ ઉભો થયા હોવાના સમાચારો વચ્ચે આજે મોરબી આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતે ગુજરાતમાં જ હોવાનું અને પુરી તાકાતથી ભાજપને જીત આવવા મહેનત કરનાર હોવાનું સૂચક નિવેદન આપ્યું હતું.
ભાજપ કહે છે તે કરી બતાવે છે…નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપને ભવ્ય જીત મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
 ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ-ડાઉન વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવતા તેઓના ચૂંટણી લાડવા સામે પ્રશ્નાર્થ ઉભો થયા હોવાના સમાચારો વચ્ચે આજે મોરબી આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતે ગુજરાતમાં જ હોવાનું અને પુરી તાકાતથી ભાજપને જીત આવવા મહેનત કરનાર હોવાનું સૂચક નિવેદન આપ્યું હતું.
મોરબી -માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કોરોના દિવંગતોના આત્માના સ્મરણાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોરબીની મુલાકાતે આવ્યા હતા. મોરબી મુલાકાત દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી વિધાનસભા ચૂંટણી અંગે સંકેતો આપતા જણાવ્યું હતું કે, ભલે મને પંજાબ-ચંદીગઢની જવાબદારી સોંપાઈ હોય…હું ગુજરાતમાં જ છું, આગામી ચૂંટણીમાં સક્રિયતા પૂર્વક પાર્ટી માટે કામ કરતા રહેવાનું પણ તેમને સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે અન્ય રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા મફત વીજળી, પાણી, રોજગાર ગેરંટી સહિતના વચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ ભાજપ કહે છે તે કરી બતાવે છે અને આગામી ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપને ભવ્ય જીત મળવાની આશા વ્યક્ત કરી હતી.
મહત્વની વાત છે કે, આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોરબી આવી પોતે પક્ષ માટે સતત સક્રિય હોવાનું અને પક્ષના આદેશ મુજબ આગામી ચૂંટણીમાં ગુજરાતમાં પુરી તાકાત લગાવવાની સાથે પંજાબ ચંડીગઢમાં પણ પાર્ટી મજબૂત બને તે માટે પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું

(12:32 am IST)