Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબીનો મચ્છુ ૨ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો, મોરબી-માળિયાના ૩૨ ગામોને એલર્ટ.

મોરબી :  સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી રહી છે જેમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે અને આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવાની જરૂરિયાત ઉભી થઇ સકે જે શક્યતાને ધ્યાને લઈને હેઠવાસના ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

સોમવારે સવારે મચ્છુ ૨ ડેમમાં ૩૪૭૮ કયુસેક પ્રવાહની આવક હોય અને મચ્છુ ૨ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે જેથી મોરબી અને માળિયા તાલુકાના અમરેલી, ભડિયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાદુળકા, લીલાપર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર (નદી) રવાપર, ટીંબડી, વનાળીયા અને વજેપર, બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વીરવિદરકા, ફતેપર અને અમરનગર સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જે ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

(12:28 am IST)