Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબી: જેતપર ગામે નસીબ અજમાવતા ૫ શખ્શો રંગેહાથ ઝડપાયા

મોરબીના જેતપર ગામે સરાજાહેર નસીબ અજમાવતા ૫ ઈસમોની તાલુકા પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે જેતપર ગામ વણકર વાસમાં આરોપી દાનાભાઇ પ્રેમજીભાઇ પરમાર, લાભુભાઇ કારાભાઇ પરમાર, નારણભાઇ બાબુભાઇ પરમાર, દિપકભાઇ કાન્તીભાઇ ધામેચા અને નાગજીભાઇ ખીમજીભાઇ પરમાર ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.
જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથાજુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂ.૧૬૩૮૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:25 am IST)