Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

5000 પગાર મંજુર નથી ! આશાવર્કરો ફરી આંદોલનના મંડાણ કર્યા.

આશાવર્કર અને ફેસીલીટર બહેનોની સાફ વાત કોઈ નેતા સાથે કરેલું સમાધાન અમને માન્ય નથી

મોરબી : સમગ્ર રાજ્યમાં આશાવર્કર અને ફેસીલીટર બહેનો દ્વારા આંદોલન છેડવામાં આવતા સરકારે 5000 રૂપિયા વેતન આપવાનું જાહેર કર્યું છે. જો કે આજે મોરબીના આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ આંદોલનના ફરી મંડાણ કરી જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કરી સરકારે 5000 રૂપિયાનું વેતન પગાર છે કે શું ? તે જાહેર કરી ઇન્સ્ટેન્ટીવ અપાશે કે નહીં તેની સ્પષ્ટતા કરવાની સાથે સરકારે કોઈપણ નેતા સાથે કરેલું સમાધાન બહેનોને માન્ય ન હોવાનું રોષભેર જણાવ્યું હતું.

આજરોજ મોરબી જિલ્લાના આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી રકારે 5000 રૂપિયાનું વેતન પગાર છે કે શું ? તે જાહેર કરી ઇન્સ્ટેન્ટીવ અપાશે કે નહીં તેની સ્પષ્ટતા કરવાની સાથે સરકારે કોઈપણ નેતા સાથે કરેલું સમાધાન બહેનોને માન્ય ન હોવાનું રોષભેર જણાવ્યું હતું.સાથો-સાથ આશાવર્કર અને ફેસીલીટર બહેનોને તાત્કાલિક 2019માં જાહેરાત કરી હતી તે મુજબ ડ્રેસ ફાળવવા તેમજ ફેસીલીટર બહેનો માટે કોઈ જ જાહેરાત કરી ન હોવાનું જણાવ્યું હતું.
રજૂઆતના અંતે આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ સરકાર લઘુતમ વેતનની માંગણી પુરી કરે તે માંગને દોહરાહી કામના સમય પણ નિયત કરવા રજુઆત કરી હતી સાથો સાથ આ લડત ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

(12:23 am IST)