Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

કુતિયાણામાં સાંજે બે કલાકમાં સાડા ચાર ઇંચ ખાબક્યો : રાણાવાવમાં એક ઇંચ: પોરબંદરમાં પોણો ઇંચ વરસાદ

પોરબંદરમાં બપોરબાદ જોરદાર વરસાદ ; માણેક ચોક વિસ્તારમાં વીજળીના તણખા ઝર્યા

પોરબંદર જિલ્લાના કુતિયાણામાં સાંજે બે કલાકમાં સાડા ચાર ઇંચ ખાબક્યો છે, જિલ્લાના રાણાવાવમાં એક ઇંચ અને  પોરબંદરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે,

 પોરબંદરમાં બપોરબાદ જોરદાર વરસાદ પડ્યો હતો પોરબંદરના માણેક ચોક વિસ્તારમાં વીજળીના તણખા ઝર્યા હતા રાત્રે આ લખાઈ છે ત્યારે પણ વરસાદ ચાલુ છે

 

(10:35 pm IST)