Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ભાદર-૨ ડેમના ૩ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા

ધોરાજી- ઉપલેટાના હેઠવાસના અનેક ગામોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા સૂચના

રાજકોટ:રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેના ભાદર -૨ ડેમના ૩ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે . હાલ ડેમમાં ૧૨૫૪૦ ક્યુસેક પાણી ની આવક ચાલુ છે. ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના  ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

 

(9:33 pm IST)