Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મહુવામાં પાંચ ઇંચ અને વલ્લભીપુર સવા ત્રણ ઇંચ તથા ઉમરાળામાં ગગનભેદી વીજ કડાકા સાથે દોઢ ઇંચ વરસાદ

સિહોરમાં તેમજ ભાવનગર શહેર અને ગારિયાધારમાં ગાજવીજ સાથે એક થી અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો

ભાવનગર શહેર અને જિલ્લામાં  સતત ત્રીજા દિવસે  વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મહુવામાં પાંચ ઇંચ અને વલ્લભીપુર સવા ત્રણ ઇંચ તથા ઉમરાળામાં ગગનભેદી વીજ કડાકા અને પવન સાથે દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે સિહોરમાં  તેમજ ભાવનગર શહેર અને ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે એક થી અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે

 ભાવનગર જિલ્લામાં ભાદરવામાં હવે કડાકા - ભડાકા સાથે રોજ હેલી સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે . આ તોફાની વરસાદને લીધે વીજળી ગુલ થઇ જાય છે તેમજ આકાશમાં વીજળીના તેજ લિસોટા ચમકતા જોવા મળે છે
જિલ્લાના મહુવામાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને પાંચ ઇંચ થી વધુ વરસાદ પડી જતાં સર્વત્ર જળ બંબાકાર ની સ્થિતિ ઊભી થવા પામી હતી.
છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવામાં 125 મી.મી. વલભીપુરમાં 82 મી.મી. ઉમરાળામાં 36 મી.મી.,શિહોર માં 20મી.મી.ભાવનગર માં 10 મી.મી.ગારીયાધાર મા 22 મી.મી.અને ઘોઘા માં 2 મી.મી. જેસર માં અને તળાજામાં  4 મી.મી.વરસાદ નો નોંધાયો છે.
આજે રાત્રે પણ ભાવનગર શહેર સહિત જિલ્લા ભરમા વરસાદી માહોલ જમ્યો છે અને હજુ વધુ વરસાદ પડવાની સંભાવના છે.

 

(8:46 pm IST)