Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

અમરેલીના વડીયાનો સુરવો ડેમ ભરાઈ ગયો : એક દરવાજો 3 ઈંચ સુધી ખોલાયો

અરજણસુખ, તોરી ગામમાં રાતભર ખાબકેલા ધોધમાર વરસાદ બાદ પાણીની આવકમાં વધારો

અમરેલીના વડીયાનો સુરવો ડેમ ભરાઈ ગયો છે. વડીયાના અરજણસુખ, તોરી ગામમાં રાતભર ખાબકેલા ધોધમાર વરસાદ બાદ પાણીની આવકમાં વધારો થયો છે. સુરવો ડેમનો 1 દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો છે. સુરવો ડેમમાં 159 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક થઈ રહી છે

(7:15 pm IST)