Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ધોરાજી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ધોરાજી ઉપલેટા જામકંડોરણા ના વિકાસ કામોનું લોકાર્પણ સાથે ભૂમિ પૂજન થયું

૧.૭૧.કરોડનાવિકાસકાર્યોનું. લોકાર્પણ ૭૧.૪૮ લાખના ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા:ગુજરાતનાં છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાકીય લાભો પહોંચાડવા માટે ડબલ એન્જિન સરકાર કટિબદ્ધ :જયેશભાઈ રાદડિયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ધોરાજી ઉપલેટા જામકંડોરણા ના વિકાસ કામોનું લોકાર્પણ સાથે ભૂમિ પૂજન થયું ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં વિવિધ યોજનાકીય કામગીરી દ્વારા સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા કલ્યાણકારી વિવિધ યોજનાઓ અન્વયે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાના સંયુકત ઉપક્રમે ધોરાજીના નગરપાલિકા હોલ ખાતે  કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત પૂર્વ મંત્રી જયેશ ભાઈ રાદડિયા એ દીપ પ્રાગટ્યથી કરવી હતી.ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું અને ધોરાજી પ્રાંત અધિકારી  જયેશ લીખીયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું.  વિકાસયાત્રાને ઉજાગર કરતી ફિલ્મ "વિશ્વાસથી વિકાસ યાત્રા"નું ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા નગરજનો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે ધોરાજી તાલુકાના કુલ રૂ. ૯૮.૯૭ લાખ, ઉપલેટા તાલુકાના રૂ.૧૭.૫૦ લાખ, જામકંડોરણા તાલુકાના કુલ રૂ. ૫૪.૯૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત તથા ધોરાજી તાલુકાના કુલ રૂ. ૩૮.૦૮ લાખ, ઉપલેટા તાલુકાના કુલ ૧૩.૨૦ લાખ, જામકંડોરણા તાલુકાના કુલ રૂ. ૨૦.૨૦ લાખના નવનિર્મિત વિકાસના કામોનું ઈ-લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત તૈયાર થયેલ ધોરાજીના ઉપલેટાતથા જામકંડોરણાના આવાસ ની ચાવી લાભાર્થી પરિવારોને અર્પણ  કરવામાં આવેલ
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડીને તમામ લોકોનો સર્વાંગી વિકાસ કરવા માટે ડબલ એન્જિન સરકાર કટિબદ્ધ થઈ કાર્ય કરી રહી છે. જુદા જુદા વિભાગો દ્વારા મંજુર થયેલા ગ્રામ્ય-શહેરી વિકાસના કાર્યોની કામગીરી વહેલીતકે શરૂ થાય તે માટે સુચારૂ આયોજન અને જરૂરી કાર્યવાહી ઝડપભેર થઈ શકે તેવા પ્રયત્નો કરવા અધિકારીઓને આહવાન કર્યું હતું.
હતું. ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ચંદ્રાવાડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું
આ તકે પૂર્વ ડેરી પ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ધોરાજી નગરપાલિકા પ્રમુખ અંજનાબેન ભાસ્કર, ભાનુબેન બાબરીયા, જામકંડોરણા તાલુકા પંચાયત પ્રમુખ હિરેનભાઈ બાલધા, ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ચાવડા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ રાજસીભાઈ હૂંબલ ઉપલેટા પ્રમુખ દિલીપભાઈ હોતવાણી અને સદસ્યઓ , નગરપાલીકાના પ્રમુખઓ અને સદસ્યઓ, સામજિક આગેવાનો સર્વે કિશોરભાઈ રાઠોડ  સહિત ધોરાજી મામલતદાર જાડેજા સાંગાણી  ધનવાની , તાલુકા વિકાસ અધિકાર બગથરિયા , તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીગણ તથા નગરજનો અને લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:06 pm IST)