Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ભાણવડમાં બે બાળકોના ડૂબી જવાથી મોત

ખાડામાં ડૂબી જતા 8 વર્ષના બાળક અને 12 વર્ષની બાળકીનું મોત થતા ભાણવડમાં શોકનું મોજું ફરી વળ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બે બાળકો ના ડૂબી જવાથી મોત નિપજ્યા છે શહેરના ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ પાણી ભરેલા ખાડામાં ન્હાવા જતા બે બાળકો ડૂબ્યા હતા
ભાણવડ માં ન્હાવા ગયા બાદ ખાડામાં ફુબી જતા 8 વર્ષ ના બાળક અને 12 વર્ષ ની બાળકી નું મોત થયા છે,
સ્થાનિક લોકોને બાળકો ડૂબ્યા હોવાનું માલુમ પડતા તેઓને તાત્કાલિક ભાણવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા બન્ને નાના બાળકોના મોતથી ભાણવડમાં શોક નું મોજું ફરી વળ્યું છે

(6:48 pm IST)