Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

શાપર-વેરાવળ અને અરડોઇમાં જુગારના દરોડાઃ ૧૦ મહિલા સહિત ૧૮ પકડાયા

શાપર-વેરાવળમાં ૧૦ મહિલા અને અરડોઇમાં ૮ શખ્સો પતા ટીચતા પોલીસની ઝપટે ચડી ગયા રાજકોટ તા.૧ર : શાપર-વેરાવળ અને કોટડાસાંગાણી અરડોઇ ગામે જુગારના બે દરોડામાં ૧૦ મહિલા સહિત ૧૮ પત્તા પ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં શાપર-વેરાવળ પોલીસે વેરાવળ ગામે ઓલ આદિત્ય કલીનીક વાળી શેરીમાં ખોડીયાર માતાજીના મંદિર પાસેરેઇડ કરી જાહેરમાં જુગાર રમતી (૧) મમતાબેન વનરાજભાઇ બસીયા રહે. વેરાવળ (શા) આદિત્ય કીલીનક વાળી શેરીમાં (ર) જયોત્સનાબેન કાંતીભાઇ મારસુણીયા રહે. વેરાવળ (શા) શ્રીજીનગર શેરી નં.૧ (૩) મીનાબેન ઉમેશભાઇ શીલુ રહે. વેરાવળ (શા) ખોડીયાનગર શેરી નં. ૪, (૪) રાજીબેન કેસુભાઇ ચૌહાણ રહે ખોડીયાર નગર શેરી નં. ર (પ) ચંદ્રીકાબેન હરસુખભાઇ સોલંકી રહે. વેરાવળ (શા) ગાયત્રીનગર શેરી નં.૧ (૬) હીરાબેન રામજીભાઇ ઓડેદરા રહે. વેરાવળ (શા) શ્રીજીનગર શેરી નં. ૧ (૭) ભાવનાબેન સુખાભાઇ ચૌહાણ, રહે. વેરાવળ (શા) મેઇન રોડ, (૮) રસીલાબેન વજુભાઇ દેસાઇ રહે વેરાવળ (શા) ખોડીયારનગર શરેી નં. ૪ (૯) જાહીબેન મેહુલભાઇ મુસાડ રહે. વેરાવળ (શા) શ્રીનગર શેરી નં. ૧ તથા (૧૦) શાંતાબેન વા/ઓ વિરમભાઇ પુછડીયા રહે. વેરાવળ(શા) શાંતીધામ શેરી નં. પ ને રોકડા રૃ.૧૬,૧ર૦ તથા ગંજીપત્તા સાથે ઝડપી લેધી હતી.

આ કાર્યવાહીમાં પો.સબ. ઇન્સ. એસ.જે. રાણા પો.હે.કોન્સ. વિરેન્દ્રભાઇ જાડેજા, પી.સી.પ્રતીપાલસિંહ વાળા પી.સી.અમરભાઇ ગોલતર તથા મહીલા પો.કોન્સ સમજુબેન ગમારા જોડાયા હતા.

બીજા દરોડોમાં કોટડાસાંગાણી પોલીસે અરડોઇ ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) વિપુલ રજવીભાઇ દાફડા (ર) દિનેશ વાલીભાઇ દાફડા ર. બન્ને આંબેડકર ચોક અરડોઇ (૩) જમન બચુભાઇ રામોલીયા રાણીપાર્ક રામધણ પાછળ રાજકોટ પટેલ રહે. અરડોઇ (પ) અશોક આણંદભાઇ બગડા રહે. અરડોઇ (૬) શૈલેષ ગોવિંદભાઇ બગડા, રહે અરડોઇ, (૭) જીતેન્દ્ર ધરમશીભાઇ મણવાર ઉ.૬પ રહે. માધવવાટીકા-ર, રાજકોટ તથા (૮) ગોતમભાઇ ભીખાભાઇ રહે. અરડોઇને રોકડા રૃા. રરપ૮૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

(3:54 pm IST)