Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

વિસાવદરમાં ચૂંટણીના પડઘમ સમયે પણ મામલતદારની જગ્‍યા ખાલીઃલોકોને પારાવાર હાલાકી

ટીમ ગબ્‍બરના વિદ્વાન ધારાશાસ્ત્રી નયનભાઇ જોષીની મુખ્‍યમંત્રી સમક્ષ ધારદાર રજૂઆત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૨ : વિસાવદર ટિમ ગબ્‍બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ મુખ્‍યમંત્રીને લેખીત રજૂઆતમા જણાવેલ છે કે,વિસાવદર તાલુકો ૮૪ ગામડા અને ૧૮ થી ૨૦ નેસો ધરાવતો જૂનાગઢ જિલ્લાનો વસ્‍તી અને વિસ્‍તારમાં સૌથી મોટો તાલુકો છે.આ તાલુકાની ગ્રામ્‍ય પ્રજાને સામાન્‍ય કામ માટે વિસાવદર આવવું પડતું હોય, તાલુકાના સરકારી તમામ કામો મામલતદાર કચેરીમાં થતા હોય પરંતુ અહીંની કચેરીમાં મુખ્‍ય પદ મામલતદારની જ પોસ્‍ટ ખાલી છે અને ચાર્જથી કામ ચલવાય છે અને નાયબ મામલતદારને ચાર્જ સોંપવામાં આવે છે હાલ નવરાત્રીના તહેવારો,દિવાળીના તહેવારો નજીકમાં આવતા હોય તેમજ વિધાનસભાની ચૂંટણી પણ નજીકના સમયમાં થનાર હોય ત્‍યારે જુનાગઢ જિલ્લાના સૌથી મોટા તાલુકામાં જ મામલતદાર વગર ગાડુ ગબડાવાતું હોય તે રીતે મામલતદારની નિમણૂક કરવામાં આવતી નથી અને તેના કારણે અરજદારોને ખૂબ મુશ્‍કેલીઓ પડે છે.તેમાં વિસાવદર ખાતે અધિકારી હાજર ન હોય લોકોના કામો થતા નથી અને વિધાર્થીઓ, વાલીઓ,વૃદ્ધ સહાયના દાખલા વાળા તથા વિધવા સહાય વાળા તથા અન્‍ય તમામ પ્રકારના કામોમાં અરજદારોને ખૂબ મુશ્‍કેલીઓ પડતી હોય તેથી આ બાબતે યોગ્‍ય કરી તાત્‍કાલિક મામલતદારની નિમણુંક કરવા ટિમ ગબ્‍બરની માંગ છે.

 

(3:02 pm IST)