Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

સાવરકુંડલા તાલુકામાં રનાલ એકટોપીયાનો પ્રથમ કેસ

તાલુકાના એક ગામમાં મેડિકલ સાયન્સને માથું ખંજવાળવું પડે તેવો કિસ્સો : એક યુવાન ને શરીરમાં બંને કિડની જમણી તરફ નીચે ઉપર નીચે કાર્યરત

 (ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૧૨ : સાવરકુંડલાનો આનંદ (કોઈ કારણો સર યુવાન નું નામ ફેરવેલ છે )  નામના યુવાનને ડાબી ને જમણી નહિ પણ બન્ને કિડનીઓ જમણી તરફ હોવાનું તેમના રિપોર્ટ માં સામે આવ્યું છે જે તબીબ વિજ્ઞાન મેડિકલ સાયન્સ માટે અજીબો ગરીબ છે.

    અહીં સામાન્ય બીમારીને કારણે સાવરકુંડલાનો એક યુવાન ખ્યાતનામ તબીબ ડો. પ્રવીણ ચોડવડિયા  પાસે સારવાર માટે ગયો હતો જેથી તેમને ડો. પ્રવીણ ભાઈ દ્વારા સોનોગ્રાફી અને રીપોર્ટ કરવા મોકલવામાં આવ્યો જ્યારે એક કલાક બાદ રીપોર્ટ આવ્યો તો પહેલા ડોકટર પણ અચંબિત બની ગયા ને યુવક સાથે પરિજનો પણ ચોકી ઉઠ્યા હતા.

        આ આનંદ( નામ બદલેલ છે )  નામના યુવાનને જન્મ જાત બને કિડની એક તરફ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું સામાન્ય રીતે મનુષ્ય માત્ર માં ડાબે અને જમણે એમ કિડની હોય છે ત્યારે આ યુવાન ને જમણી તરફ જ બને કિડની ઉપર નીચે હોવાથી અને આ યુવાન એક દમ સ્વસ્થ હોવાથી હાલ તબીબી જગતમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ને સાવરકુંડલા ના  બાઢડા માં આ યુવાન ને   સામાન્ય  વાઇરલ ઇન્ફેકશન હોવાથી તે સાવરકુંડલાના ડોકટર પ્રવીણ ચોડવડિયાના દવાખાને જાય છે.

 જ્યાં ડો. દ્વારા તેને સોનોગ્રાફી અને રીપોર્ટ કરવાનું કહે છે જ્યારે રિપોર્ટ સામે આવે છે ત્યારે ડો.  પણ ચોંકી ઉઠે છે અને જણાવે છે કે રેર ઓફ ધી રેર આ કિસ્સો છે જેમાં આ દર્દી ને એક તરફ જ બંને કિડની ઉપર નીચે  છે સામાન્ય રીતે દરેક મનુષ્ય ને ડાબે જમણે કિડની હોય છે પરંતુ આ યુવાન ને જમણી એક તરફ જ બંને કિડની ઉપર નીચે છે અને બને કિડની તેનું કાર્ય સારી રીતે કરી છે જે તબીબ વિજ્ઞાન અચંબિત કરી રહ્યો છે.

 ત્યારે ડો. પ્રવીણ ભાઈ ચૉડવડિયા જણાવે છે કે  મનુષ્યને એક  તરફ બને કિડની હોય તેને મેડિકલ  સાયન્સમાં  રનાલ એકટોપીયા તરીકે ઓળખવામાં આવે છે જે હજારો માં એક વ્યકતિ હોય શકે છે ત્યારે મેડિકલ સાયન્સ તબીબ વિજ્ઞાન ભલે જે કે તે પણ કુદરત દ્વારા આ યુવાનને જમણી તરફ બે કિડની એકદમ સ્વસ્થ આપવામાં આવી છે અને યુવાન પણ હાલ સંપૂર્ણ તંદુરસ્ત છે . ત્યારે તબીબ વિજ્ઞાન ને પડકારતો આ કિસ્સો હાલ સાવરકુંડલા તાલુકામાં સામે આવ્યો છે. 

 

(2:57 pm IST)