Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

સાવરકુંડલામાં કેજરીવાલના ગેરંટી કાર્ડ લેવા લોકોનો જબરો ઉત્સાહઃ વિતરણ કેન્દ્ર ઉપર ટોળા ઉમટયા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૧ર :  આમ આદમી પાર્ટીએ પંજાબમા સરકાર બનાવ્યા બાદ ગુજરાતની આવી રહેલી વિધાનસભા ચુંટણીને લક્ષમાં રાખી ગુજરાતની જનતા માટે વિકલ્પ તરીકે ઉભરી આવવા કમર કસી છે. કેજરીવાલ અવાર નવાર ગુજરાતની મુલાકાતે આવી કર્મચારી સંગઠનો વ્યાપારી સંગઠનો સાથે મુલાકાત ગોઠવી તેમના પ્રશ્નોનનું નિરાકારણ લાવવાની ખાત્રી આપતા રહયા છે. તો આમ જનતા માટે પણ લાભદાયી યોજનાની જાહેરાત કરી જો આપની સરકાર ગુજરાતમાં બને તો મહિલાઓને માસીક રૃા. એક હજાર -યુવાનોને રૃા.૩૦૦૦ ભથ્થુ અને દરેક પરિવારને ત્રણસો યુનીટ સુધીની વીજળી ફ્રિ આપવાની ગેરેંટી સાથે જાહેરાત કરી છે અને આ ત્રણેય યોજનાનાં ગેરંટીકાર્ડ વિતરણ કરાઇ રહયા છે. ત્યારે સાવરકુંડલા ખાતે શહેરની મધ્યમાં રિધ્ધી - સિધ્ધી ચોકમાં ચાલી રહેલા ગેરંટી કાર્ડ વિતરણ કેન્દ્ર ખાતે ગેરંટી કાર્ડ લેવા માટે લોકોનો જબરો ધસારો થઇ રહયો છે. અહી આમ આદમી પાર્ટીને અમરેલી જીલ્લાનાં આગેવાન ભરત નાકરાણી ટીમ સાથે લોકોને કેજરીવાલના ગેરંટીકાર્ડ વિતરણ કરી રહયા છે. ગેરંટી કાર્ડ મેળવવા માટેનો લોકોનો ઘસારો જોતા જનતાએ આમ આદમી પાર્ટીને વિકલ્પ તરીકે  સ્વીકારી લીધી હોય તેવું લાગી રહયુ છે.

(2:56 pm IST)