Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ગોંડલની ધાબી ઉપર પાણી ફરી વળ્યા

 ગોંડલ વેરી તળવાથી મુખી પેટ્રોલપંપ જતી ધાબી ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. (તસ્વીર : ગોંડલ)

મીમી, થાનમાં ૧૬ મીમી, ચોટીલા અને ધ્રાંગધ્રામાં ૨-૨ મીમી વરસાદ થયો હતો. શનીવાર રાતના વરસાદ બાદ રવીવારે સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી ઝાપટુ ખાબકતા શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી હતી.

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદ : હળવદમાં ગઇકાલે ઢળતી સાંજે જોરદાર પવનના વાયરા સાથે વરસાદી છાંટા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે જેથી લોકોને અસહ બફારામાંથી મુકિત મળી છે તેની સાથે સાથે કોયબા ગામની સીમ વિસ્તારમાં વીજળી પડતા એક ભેંસનું મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અસહ્ય બફારા બાદ હળવદમાં ગઇકાલે સાંજના સમયે જોરદાર પવનની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી છાંટા પડ્યા હતા જયારે હળવદ તાલુકાના કોયબા ગામની સીમ વિસ્તારમાં મુન્નાભાઈ દેવજીભાઈ સોલંકીની વાડીએ વીજળી પડતા એક ભેસનું મોત થયું હોવાનું તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું.

(2:55 pm IST)