Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

સાવરકુંડલાના મિતિયાળા ગામની સ્કૂલમાં દારૃડિયો કઢંગી હાલતમાં સૂતેલી હાલતમાં પકડાયો

જવાબદારો સામે પગલા ભરવા ગ્રામજનોની માંગ

 

 

 (ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૨ : સાવરકુંડલા તાલુકા ના મિતિયાળા ગામની સ્કૂલમાં એક શખ્સ દારૃ પી ને કપડાં કાઢી કઢંગી હાલતમાં સૂતો હતો તેવી ગ્રામ જનોને જાણ થતાં તે શખ્સ ને નગ્ન અને સુતેલી હાલત માં ઝડપી લેવામાં આવેલ છે ત્યારે આ દારૃડિયો શખ્સ ને સ્કૂલની ચાવી આપી કોણે ? અને તેની પાસે સ્કૂલની ચાવી આવી ક્યાંથી? તેવી વ્યાપક ચર્ચા ઓ થવા લાગી છે.

 કઢંગી હાલતમાં વાયરલ થયેલ વિડિઓ એ ભારે ખળભળાટ મચાવી દીધેલ છે જે કઢંગી હાલતમાં સુતા વ્યકિત ને જગાડી ગ્રામજન પૂછપરછ પણ કરે છે તસ્વીરમાં અર્ધ નગ્ન હાલતમાં સુતેલો અને ત્યારબાદ કપડાં પહેરતો શખ્સ નજર પડે છે. આવી શરમજનક ઘટના બનવા પાછળ જવાબદાર કોણ તેની શિક્ષણ વિભાગ ના અધિકારી ઓ તપાસ કરશે કે? તે પ્રશ્ન છે.

(4:09 pm IST)