Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

છેતરપીંડીથી ૩ કારનું વેચાણ કરનાર ૩ શખ્‍સો સામે દેવભૂમિ દ્વારકા એસઓજીની કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર : પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ રાજકોટ વિભાગના-રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડયે દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૂન્‍હાઓ આચરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા પી.સી.સીંગરખીયા ઇન્‍ચા. પોલીસ ઇન્‍સપેકટર એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાનાઓએ જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જેથી છેતરપીંડીથી કાર મેળવનારા (૧) ગોવિંદભાઇ લખમણભાઇ સુવા, રહે. જામ ખંભાળીયા, રામનગર, શિવ પ્રસાદ સોસાયટી વાળા પાસેથી મારૂતિ સુઝુકી, ઇકકો કાર રજી. નં. જીજે.૧૩-એ એમ-૪૬૯૪ સદરહું વાહનની આર.સી.બુક તથા અન્‍ય કાગળોની તપાસ કરતા વિક્રમભાઇ બનેસંગભાઇ ભાટીયા રહે. હાલાજીની કુઇ તા. ચુડા જી. સુરેન્‍દ્રનગરવાળાની હોવાનું જણાઇ આવેલ છ.ે ભાવનગર રામગર અપારનાથી રહે. જામનગર યાદ નગર નાયરા પેટ્રોલપંપની સામે, તા.જી.જામનગર મુળ રહે ભોગાત ગામે હાઇવે રોડ, બાદલી પાની સેન્‍ટરની બાજુમાં તા.જામ કલ્‍યાણપુર વાળા પાસેથી મારૂતિ સુઝુકી, ઇકકો કાર રજી. નં. જી.જે. ૦૩-એબી ૧૬૩૪ સદરહું વાહનની આર.સી.બુક તથા અન્‍ય કાગળોની તપાસ કરતા યુનુસભાઇ હાજીભાઇ હેરાન્‍જા રહે. સાતોદડ તા.જામ કંડોરણા જી. રાજકોટવાળાની હોવાનું જણાઇ આવેલ છે. (૩) અવેશ ઇકબાલ આરંભડાએ આઇ-ર૦ કાર લઇને જામ ખંભાળીયા તાલુકાના માધુપુર ગામે વેચાણ કરવા જવાની હકીકતના આધારે તપાસ કરતા માધુપુર ગામની સીમમાં આવેલ શ્રી કામઇ માતાજીના મંદિરે જતા રસ્‍તાના ઉપરથી સફેદ કલરની આઇ.-ર૦ રજી. નં. જીજે.૦૩-ઓ આર.૬૦૧ર પડેલ હોય જે બાબતે ઇ-ગુજકોપ, પોકેટકોપ, એપ્‍લીકેશન એપ્‍લીકેશન મારફતે તપાસ કરતા દિલીપપુરી અનંતપુરી ગોસ્‍વામી રહે. બેડ ગામ બેડેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં વાળાની હોવાનું જણાય છે.સામે કાર્યવાહી કરી હતી.
 આ કામગીરી પી.સી.સિંગરખીયા, ઇન્‍ચા, પોલીસ ઇન્‍સપેકટર, એસ.ઓ.જી. હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, આસી.સબ ઇન્‍સપેકટર, એસ.ઓ.જી. નરેન્‍દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ, પો.હેડ કોન્‍સ. એસ. ઓ. જી., વિજયસિંહ ઘેલુભા જાડેજા, પોલીસ કોન્‍સટેબલ, એસ.ઓ.જી. પબુભાઇ નાથાભાઇ માયાણી, પોલીસ કોન્‍સટેબલ એસ. ઓ.જી.એ કરી હતી.

 

(2:54 pm IST)