Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ધ્રોલ પટેલ સમાજ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા હકુભા જાડેજાની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો

ધ્રોલ,તા.૧૨ : સમગ્ર ગુજરાતમાં વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ પ્રાંત કક્ષાના વિવિધ વિકાસના કાર્યક્રમોના આયોજનના ભાગરુપે જામનગર જીલ્લાના ધ્રોલ પટેલ સમાજ ખાતે જામનગરના ઘારાસભ્‍ય અને પૂર્વ રાજયકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા) જાડેજાના અધ્‍યક્ષ સ્‍થાને આયોજન કરવામાં આવ્‍યુ છે.
 ગુજરાતની ભાજપ સરકારના ૨૦ વર્ષના વિશ્વાસ દ્વારા જનજન સુધી વિકાસની ઉજવણી કરવા માટે ધ્રોલ ખાતે પ્રાંત કક્ષાના વિવિધ કાર્યક્રમો દ્વારા જન જન સુધી પહોંચશે સરકારી સેવાઓ અને તેના લાભો સાથે પટેલ સમાજ ખાતે વિશાળ માનવ મેદની ઉમટી પડી હતી
 આ કાર્યક્રમમાં ભાજપ સરકાર ધ્‍વારા વિવિધ વિકાસના કામોનું ખાતર્મુહત અને લોકાપર્ણ કરવામાં આવ્‍યુ હતુ અને ભાજપના આગેવાનો ઉપરાંત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા...
 આ કાર્યક્રમમાં હકુભા જાડેજા ધારાસભ્‍ય, પૂર્વ ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, લખધીરસિંહ જાડેજા શિક્ષણ સમિતી ના ચેરમેન, ગીતાબા જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ, જયબેન પરમાર ધ્રોલ નગર પાલિકા પરમાર, નવલભાઈ મુંગરા સંગઠન પ્રમુખ, સમીરભાઈ શુક્‍લ શહેર પ્રમુખ,  રસીકભાઈ ભંડેરી, ભીમજીભાઈ મકવાણા, મનસુખભાઇ ચભાડીયા, જયંતીભાઈ કગથરા, અરવિંદભાઈ હિન્‍સુ.. તેમજ ધ્રોલ  પ્રાંત અધિકારી  વિ.ડી. સાકરીયા,  ધ્રોલ મામલતદાર ઝાપડા, ધ્રોલ ટી.ડી.ઓ, તેમજ તમામ સ્‍ટાફ દ્વારા આયોજન કરવામા આવ્‍યુ છે.

 

(2:52 pm IST)