Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

રાણાવાવના રાણા ખીરસરાનો યુવાન ડેમમાં નહાવા પડતા ડૂબી જવાથી મૃત્‍યુ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા.૧૨: રાણાવાવના રાણા ખીરસરાનો કપીલ રામસીભાઇ (ઉ.૨૫) મીણાસર નદી પાસે ડેમમાં નહાવા પડતા તેનું ડુબી જવાથી મૃત્‍યુ થયુ છે.

રાણાખીરસરાનો કપીલ રામસીભાઇ (ઉ.૨૫) મીણસાર નદીમાં બપોરના સમયે નહાવા પડતા તેનું ડુબી જવાથી મૃત્‍યુ થયેલ છે. આ બનાવની જાણ રાણાવાવ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી.ડી.જાદવને જાણ કરતા વધુ તપાસ હાથ ધરાય છે.

(2:49 pm IST)