Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

હજુ સંતાન થયુ નથી.. મોરબીની પરણિતાને પતિ સહિતના સાસરીયાઓએ ઢોરમાર માર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧રઃ મોરબીમાં સાસરિયાના ત્રાસનો બનાવ સામે આવ્‍યો છે. જેમાં પતિ સહિતના સાસરિયાએ પરિણીતાને ઢોર મારમાર્યો હતો. જેને પગલે પીડિતાએ મહિલા પોલીસ મથક ખાતે પતિ, સસરા, દિયર અને નણંદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરીયાદી  ગંગાબેન મુંધવાએ પતિ  મેહુલ રણછોડભાઇ મુંધવા, સસરા રણછોડભાઇ રામાભાઇ મુંધવા, દિયર દિનેશ રણછોડભાઇ મુંધવા અને નણંદ રંજનબેન રણછોડભાઇ મુંધવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્‍યું હતું કે. તેમાં લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા. તેમના સાસરિયાઓ અવાર નવાર હજુ સંતાન નથી થયું તેમ કહીને મેણાં-ટોણા માર્ટા હતા અને તેમના પતિને ચડામણી કરતા જેથી તેમના પતિ ગંગાબેનના ચારીત્ર્ય પર પણ શંકા કરીને તેમને ઢોર માર મારતા હતા. પણ લગ્ન જીવનને ટકાવી રાખવા ગંગાબેન આ દુઃખત્રાસ છેલ્લા બે વર્ષથી સહન કરતા હતા.

ગત તા.૦૭/૦૯  ના રોજ ગંગાબેન વાડીએ કામ કરતા હતા ત્‍યારે તેમના  પતિ, સસરા, દિયર અને નણંદ ત્‍યાં આવ્‍યા હતા અને તેમના પતિએ ગાળો આપીને કહ્યું હતું કે, તું ખરાબ છે અને તારે કોઇ સંતાન થતુ નથી. તુ ખોટા કામમાં મને સાથ કેમ નથી આપતીઁ તેમ કહી ગંગાબેનને ઢીકા-પાટુ તથા દોરડા ના કટકા વડે આડેધડ માર માર્યો હતો અને ઁઆ બાબતે તુ તારા પિયરમાં કે બીજા કોઇને કહીશ તો જાનથી મારી નાખીશઁ તેમ ધમકી આપી હતી. છતાં ગંગાબેને હિંમત દાખવી પરિવારજનોને જાણ કરી હતી અને સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

(2:45 pm IST)