Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

મોરબીના મચ્‍છુ ૩ અને ટંકારાના ડેમી ૨ ડેમના હેઠવાસના ગામોને એલર્ટ

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૧૨ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે મોરબી જીલ્લામાં વરસાદ વરસ્‍યો હતો જેના પગલે મોરબીના મચ્‍છુ ૩ ડેમ અને ટંકારામાં આવતા ડેમી ૨ ડેમમાં નવા નીરની આવકને પગલે દરવાજા ખોલવાની જરૂરત પડે તેમ હોવાથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે

 જુના સાદુળકા પાસે આવેલ મચ્‍છુ ૩ સિંચાઈ યોજનામાં પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા અને હરીપર તેમજ ફતેપર ગામોને એલર્ટ આપવામાં આવ્‍યું છે અને નદીના પટમાં નહિ જવા સુચના આપી છે

 તે ઉપરાંત ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલ ડેમી ૨ ડેમ નિર્ધારિત સપાટીએ ૯૦ ટકા ભરાઈ જતા ડેમના દરવાજા ગમે ત્‍યારે ખોલવામાં આવશે જેથી હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, મોટા રામપર, આમરણ, બેલા, ધૂળકોટ, કોયલી તેમજ ટંકારા તાલુકાના નાના રામપર, નસીતપર અને જોડિયા તાલુકાના માવનું ગામને એલર્ટ કરાયા છે જે ગ્રામજનોએ નદીના પતિમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપી છે.

(2:44 pm IST)