Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જામનગરનાં લાલપુરમાં રસ્‍તા પ્રશ્ને રેલી-આવેદન : રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

જામનગર : જામનગરના લાલપુરમાં રોડ રસ્‍તા ના પ્રશ્‍નોને લઈને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા લાલપુર તાલુકામાં રેલી યોજી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. હેમત ખવાની આગેવાનીમાં લાલપુર પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારના ખેડૂતો અને અગ્રણીઓ દ્વારા આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે આવનારા પંદર દિવસની અંદર આ પ્રશ્‍નનું નિરાકરણ નહીં આવે તો રસ્‍તા રોકો આંદોલન કરવામાં આવશે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:41 pm IST)