Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જામનગરમાં પરીક્ષામાં ઓછા માર્ક આવતા યુવતિએ ઝેરી દવા પી આયખું ટુકાવ્‍યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: અહીં રણજીતનગર પાણીના ટાંકા પાસે, બ્‍લોક નં.સી-૪, જામનગરમાં રહેતા માધવીબેન હિતેષભાઈ દુલાણી, ઉ.વ.રપ એ સીટીભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી માધવીબેનના પતિ એ તેના મીત્ર પાસેથી રૂ.૧પ૦૦૦/- લીધેલ હોય તે પૈસા કરતા વધારે પૈસા તેને આપી દીધેલ હોય આરોપી લાલોભાઈએ રણજીતનગર, બાપાસીતારામની  મઢુલી પાસે ફરીયાદી માધવીબેન સાથે ઝઘડો કરતા હોય અને ગાળો આપી પેન્‍ટના નેફા માંથી છરી બતાવી અને ફરીયાદી માધવીબેનને તેમજ તેના પરીવારને પૈસા આપી દેજો નકર પતાવી દઈશ તેવી ધમકી આપી ગુનો કરેલ છે. 

ગોકુલદર્શન સોસાયટી માંથી મોટરસાયકલ ચોરાયું

અહીં ગોકુલદર્શન સોસાયટી શેરી નં.ર, પ્‍લોટ નં.પ૦૬/૪ ગેઈટ નં.ર રણજીતસાગર રોડ, જામનગરમાં રહેતા મહેશભાઈ ગોરધનભાઈ સાવલીયા, ઉ.વ.૪ર એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મહેશભાઈનું વર્ષ-ર૦૧પ નું કાળા કલરનું હોન્‍ડા કંપનીનું સાઈન મોટર સાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-સી.ડી.-ર૬૪પ નું ઘર પાસે પાર્ક કરેલ હોય કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ચલણી સિકકા વડે જુગાર રમતા સાત શખ્‍સો ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિપુલભાઈ જગદીશભાઈ સોનાગરા એ ફરીયાદ નોંધાવી છે કે, મયુરનગર રોડ, વામ્‍બે આવાસ પાસે આરોપી સાજણભાઈ ઉર્ફે મુન્‍નો નાથાભાઈ મુન, કચરાભાઈ ઉર્ફે કિશનભાઈ લગધીરભાઈ સંધીયા, રવિભાઈ ઠાકરશીભાઈ અજાણી, પ્રવિણભાઈ કરશનભાઈ બોખાણી, અજયસિંહ નીરૂભા જાડેજા, અસ્‍લમ અબ્‍બાસભાઈ બાબવાણી, પ્રકાશસિંહ ઉર્ફે પકો રાજેન્‍દ્રસિંહ ગોહીલ એ જાહેરમાં ચલણી સિકકો ઉછાળી કાપ છાપનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્‍યાન બે રૂપિયાનો ચલણી સિકકો તથા રોકડા રૂ.૧૦,ર૯૪/ તથા ચાર મોબાઈલ ફોન કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા બે મોટરસાયકલ જેની કિંમત રૂ.૧,૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૦,ર૯૪/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધુડશીયા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુડશીયા ગામે કોળી વાસમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપીઓ ભુપતભાઈ હંસરાજભાઈ ઝરમરીયા, અજયભાઈ ભુપતભાઈ ઝરમરીયા, વિપુલભાઈ કારાભાઈ સીતાપરા, વનરાજ રણછોડભાઈ સીતાપરા, જીતેશભાઈ સવજીભાઈ સીતાપરા, વિજયભાઈ સવજીભાઈ સીતાપરા, કમલેશભાઈ કારૂભાઈ સીતાપરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૩૭૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈશ્‍વરીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, ઈશ્‍વરીયા ગામે આરોપીઓ લાલસુર હીરાભાઈ ઘોડા, સિકંદર સતારભાઈ શાહમદાર, ભગત ઉર્ફે ભરત રમણભાઈ ઉર્ફે રામાભાઈ મોઢવાડીયા, સાહીદ સતારભાઈ શેખ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૩,૭પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બાલવા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલાવા ગામ સ્‍ટેશન પ્‍લોટ  સોસાયટી ખુલ્લી જગ્‍યામાં જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપી શૈલેષભાઈ સુભાષભાઈ વાવેચા, રમેશભાઈ રસીકભાઈ સાંગેચા, રામદેવભાઈ ભોજાભાઈ ધામેચા, વિજયભાઈ દામજીભાઈ ચૌહાણ, કરણભાઈ નારણભાઈ ભોળદરીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૭૩પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:41 pm IST)