Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ભગવાન શંકર વિષે વાણી વિલાસ કરનાર સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુ હોય ન શકેઃ જેતપુર મંદિરના ટ્રસ્‍ટી બળવંતભાઇ ધામી

આવા બની બેઠેલા સાધુને ઘરભેગા કરી દેવા જોઇએ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧ર : થોડા દિવસ પહેલા સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુએ પોતાના પ્રવચન દરમ્‍યાન દેવાધી દેવ મહાદેવનું અપમાન કરતો વિડીયો વાયરલ થયેલ જેથી શીવ ભકતો અને ધર્મપ્રેમી લોકોમાં રોષ જોવા મળેલ આ અંગે જેતપુર ગાદી સ્‍થાન તેમજ જુનાગઢ સ્‍વામી નારાયણ મંદિરના ટ્રસ્‍ટી બળવંતભાઇ ધામી (વિશાલ રીસોર્ટ) એ અકિલા સાથે વાતચીતમાં ખુલાસો કરી વ્‍યથા ઠાલવી હતી. તેમણે જણાવેલ કે શંકર ભગવાન તો દેવોના દેવ મહાદેવ છે. સ્‍વામીનારાયણ સંપ્રદાયમાં સિધેશ્વર મહાદેવને ખુબ શ્રદ્ધાંથી પુજવામાં આવે છે ખુદ સ્‍વામીનારાયણ ભગવાને જુનાગઢ મંદિરમાં સિધ્‍ધેશ્વર દાદાની મૂર્તિ પધરાવેલ છે. તેથી અમારા સંપ્રદાયના કોઇ સંત મહાદેવની ટીપ્‍પણી ન જ કરી શકે. જુનાગઢ મંદિરમાં શ્રાવણમાસ દરમ્‍યાન દરરોજ ગુર્તામંત અભિષેક કરવામાં આવે છે. આરતી થાય પણ ધરવામાં આવે છ.ે ઉપરાંત સિધ્‍ધેશ્વર મહાદેવ હજારો કીલો ગોળની માનતા થાય છે. સંપ્રદાયના સંતો, હરી ભકતો અને ધર્મપ્રેમી લોકોની શ્રદ્ધાનું પ્રતિક સિધ્‍ધેશ્વર મહાદેવ હોય જેથી મહાદેવ વિષે વાણી વિલાસ કરવો તે સ્‍વામીનારાયણ સંતોમાં આવી ન શકે જેથી તે ભાનભુલી કહેવાતા સાધુવીશે અમોએ તપાસ કરેલ તે વડતાલ અમદાવાદ દેશના નથી સોખડાના પણ નથી આવુ બોલનારા અમારા સંપ્રદાયના હોય જ  ન શકે તેને નરકમાં પણ જગ્‍યા ન મળે જેથી મારી ટ્રસ્‍ટી તરીકે તમામ લોકોને વિનંતી છે કે આવા લોકોને સફેદ કપડા પહેરાવી ઘર ભેગા કરી દેવા જોઇએ એકલ દોકલ ભાન ભુલેલ સાધુઓના કારણે સ્‍વામી નાાયણ સંપ્રદાયને લાંછન લાગવા ન દેવુ જોઇએ.

(2:39 pm IST)