Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

જામનગરના વિજરખી ફાયરિંગ રેન્જ પાસે આવેલ યુવકને ગોળી વાગી : અગાઉ ગામના અન્ય લોકોને પણ ગોળી લાગેલ હોવાથી ગ્રામજનોમાં ભારોભાર રોષ

જામનગર::જામનગરના વિજરખી ફાયરિંગ રેન્જ પાસે આવેલ યુવકને ગોળી વાગી છે. ખેતમાં કામ કરી રહેલા ખેત મજૂરને પગમાં ગોળી લાગી હોવાથી તાત્કાલિક શ્રમિકને 108 ની મદદથી જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દરિયાભાઈ સુરતાભાઈ માવી ઉંમર 35 રે. અને મૂળ
મધ્યપ્રદેશ ખૂટાડ ગામ ના વતની હાલ તથા સારવાર આપવામાં આવી રહી છે.અગાઉ ગામના અન્ય લોકોને પણ ગોળી લાગેલ છે. જેને લઈને ગ્રામજનોમાં ભારોભાર રોષની લાગણી ફેલાય છે. (અહેવાલ ::મુકુંદ બદિયાણી ,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર

(2:31 pm IST)