Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ભાદર છલકાવામાં ૧ાા ફુટ બાકી : રાજકોટનો માનીતો આજી છલોછલ : ઓવરફલોમાં ૦ાા ફુટ બાકી

મેઘરાજાની અવિરત મહેર : રાજકોટ સહિત ૬ જીલ્લાના ૨૨ ડેમોમાં ૦ાા થી ૬ ફુટ નવા પાણીની આવક : ભાદર ડેમ છલોછલ : ૯૦.૮૨ ટકા ભરાયો

રાજકોટ,તા. ૧૨ : સૌરાષ્‍ટ્રનો દરિયો ગણાતો જેતપુર નજીકનો ભડભાદર ડેમ છલકાવાની તૈયારીમાં છે, મેઘરાજાની અવિરત મહેરથી ગઇ કાલે ૦ાા ફુટની નવા પાણીની આવક થતા હાલની જીવંત સપાટી ૩૨.૬૦ ફુટે પહોંચી છે.
આ ડેમ ૩૪ ફુટે છલકાય છે. લાખો લોકોના હૈયા પુલકિત બન્‍યા છે.
તો રાજકોટ માટે અત્‍યંત મહત્‍વનો અને લોકલાડીલો આજી-૧ ડેમ છલોછલ બની ગયો છે. પોણા ફુટની ધોધમાર આવક થતા આ ડેમની સપાટી ૨૮.૪૦ ફુટે પહોંચી છે. ઓવરફર્લો છલકાવામાં ૦ાા ફુટ બાકી છે. આજીડેમ ૨૯ ફુટે છલકાય છે. રાજકોટનો આજી ડેમ પ્રેમી જનતા ખુશખુશાલ બની ગઇ છે.
મેઘરાજાએ ગઇ કાલે અનેક જીલ્લામાં હળવા-મધ્‍યમ-ભારે વરસાદ વરસાવતા રાજકોટ સહિત ૬ જીલ્લાના ૨૨ ડેમોમાં ૦ાાથી ૬ ફુટ નવા પાણીની આવક થઇ છે. વાદપરી, બંગાવડી, વર્તુ-૨, વઢવાણ ભોગાવો તથા સોરઠી ડેમ છલોછલ અને ઓવરફલો થઇ રહ્યા છે.

 

(2:55 pm IST)