Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ગોંડલના વાડધરી પાસે ઘાસના ગોડાઉનમાં વીજળી પડતા ભીષણ આગઃ લાખોનું નુકશાન

રાજકોટ તથા ગોંડલ ફાયર બ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી

ગોંડલઃ ગોંડલ તાલુકાના વાડધરી ગામે આવેલા ફોરેસ્‍ટ વિભાગના ઘાસ ભરેલા ગોડાઉનમાં રાત્રીના આઠ વાગ્‍યાના સુમારે આગ લાગતા ગોડાઉનમાં રહેલો ઘાસનો મોટો જથ્‍થો સળગીને ખાખ થઇ ગયો હતો. બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ઓફિસર સંજયભાઇ વાછાણી ફાયર ફાઇટર તથા સ્‍ટાફ સાથે વાડધરી દોડી ગયા હતા. પરંતુ ગોડાઉનમાં ઘાસ ભર્યું હોય આગે પલવારમાં ભિષણ રૂપ ધારણ કર્યું હોય રાજકોટ ફાયરની પણ મદદ લેવાઇ હતી. ગોડાઉન મોટું હોય આખું ઘાસથી ભરેલું હતું. ગોડાઉનની દિવાલો તોડી ફાયર સ્‍ટાફને આગ કાબુમાં લેવા પ્રયત્‍નો કરવા પડયા હતા. વરસાદી માહોલ વચ્‍ચે આકાશમાંથી વિજળી ગોડાઉન પર પડતા આગ લાગ્‍યાનું અને બે લાખ કીલો ઘાસ હોવાનું સુત્રોએ જણાવ્‍યું હતું. (તસ્‍વીરઃ જીતેન્‍દ્ર આચાર્ય-ગોંડલ)

(2:03 pm IST)