Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

બંદરમાં લાઈન ફિશિંગના વિરોધમા ઓખા રોષ ભેર બંધ

બંદર એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ મોરી ના રાજીનામાંથી નારાજગી : રાજીનામું પરત લઈ લેવા માંગણી

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા.૧૨ 

 ઓખા બંદરમાં હાલ ચાલી લાઇન ફિશીંગ ને લઈ  બંદર એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ મોરી ના રાજીનામાંથી નારાજ તમામ ડાલડા બંદરના એક્સપોર્ટર એસોસિએશન ના સમર્થન રૂપ ચેમ્બર ઓફ કોમર્સ ઓખા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા સજડ બંધનું એલાન કરવામાં આવેલ તેને લઈ આજે  ઓખાની બજારો બંધ રહેલ છે.

      જોકે મેડિકલ સ્ટોર ,દૂધની ડેરી, શાકભાજી, તથા રેસ્ટોરન્ટ ને આ સજડ બંધના એલાનમાં મુક્તિ આપવામાં આવેલ છે જેથી ગ્રામજનોને જરૂરિયાતની વસ્તુઓની હાલાકી નો સામનો ના કરવો પડે

      છેલ્લા કેટલાક સમયથી ઓખા ના દરિયામાં ચાલી રહેલ લાઈન ફિશીંગ ના વિવાદ ને લઈ બોટ Association ના પ્રમુખ મનોજ ભાઇ મોરીએ રાજીનામું આપતાં ઉહાપોહ મચી ગયો હતો અને આજે ઓખા અને ડાલડા બંદર ના વેપારીઓ એ કામકાજ બંધ રાખી મનોજ ભાઇ ને રાજીનામું પરત લઈ લેવા વીનંતી કરવામાં આવી છે.

(1:58 pm IST)